બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat corona case update 5 July 2022
Vishnu
Last Updated: 03:22 PM, 7 July 2022
ADVERTISEMENT
ગુજરાતમાં ગઈકાલ કરતાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. 2 3 દિવસથી શાંત પડેલા કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. ત્યારે આજે નવા કોરોનાના વધુ 572 કેસ પોઝિટિવ આવ્યા છે. જેની સામે 498 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3595 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 1 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે ગઈકાલે સોમવારે કોરોનાના 419 કેસ પોઝિટિવ આવ્યા હતા.
ADVERTISEMENT
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 257 કેસ, સુરતમાં 94 કેસ, વડોદરામાં 42 કેસ, ભાવનગરમાં 22 કેસ, રાજકોટમાં 26 કેસ, વલસાડમાં 18 કેસ, નવસારીમાં 16 કેસ, જામનગરમાં 14 કેસ, કચ્છમાં 12 કેસગાંધીનગરમાં 16 કેસ, મોરબીમાં 9 કેસ, ભરૂચ અનેપાટણમાં 8-8 કેસ, મહેસાણામાં 7 કેસ, આણંદમાં 4 કેસ, ખેડામાં 4 કેસ, અમરેલીમાં 3 કેસ, પોરબંદરમાં 3 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, તાપીમાં 2 કેસ, જૂનાગઢમાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે.
15 દિવસમાં 6257 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 20 જુનથી 4 જુલાઇ સુધીમાં 6257 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 520 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 98.82 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 67,825 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.16 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.82 ટકા પહોચ્યો છે.
20 જૂન | 217 |
21 જૂન | 226 |
22 જૂન | 407 |
23 જૂન | 416 |
24 જૂન | 380 |
25 જૂન | 419 |
26 જૂન | 420 |
27 જૂન | 351 |
28 જૂન | 475 |
29 જૂન | 529 |
15 જૂન | 184 |
16 જૂન | 228 |
17 જૂન | 225 |
18 જૂન | 234 |
19 જૂન | 244 |
20 જૂન | 217 |
21 જૂન | 226 |
22 જૂન | 407 |
23 જૂન | 416 |
24 જૂન | 380 |
25 જૂન | 419 |
26 જૂન | 420 |
27 જૂન | 351 |
28 જૂન | 475 |
29 જૂન | 529 |
30 જૂન | 547 |
01 જુલાઇ | 632 |
02 જુલાઇ | 580 |
03 જુલાઇ | 456 |
04 જુલાઇ | 419 |
05 જુલાઇ | 572 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.