બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Corona Case Update 31-05-2022

સાવચેતી જરૂરી / 3 મહિના બાદ ફરી ગુજરાતમાં કોરોના કેસો વધ્યા, અમદાવાદમાં સૌથી વધુ 34 કેસ પોઝિટિવ

Vishnu

Last Updated: 07:57 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

80થી વધુ દિવસ બાદ આજે ગુજરાતમાં 45 કોરોના કેસ સામે આવ્યા, એક્ટિવ કેસની સંખ્યા 225 થઈ

  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત હળવો વધારો 
  • આજે રાજ્યમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોના ના બરોબર થઈ ગયો છે. પણ ગત 24 કલાકમાં 45 કેસ સામે આવતા ફરી ચિંતા વધી ગઈ છે. તેમાં પણ સૌથી વધુ આર્થિક પાટનગર અમદાવાદમાં 34 જેટલા કેસ એક સામટા આવી ગયા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં 2 તો વડોદરામાં કોરોનાના 2 કેસ નોંધાયા તો વલસાડ સુરત મહેસાણામાં એક-એક કેસ સામે આવ્યો છે. આજે કુલ 36 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 225 જેટલી થઈ ગઈ છે.

જિલ્લા પ્રમાણે કોરોના કેસ

ભારતમાં કોરોનાના નવા કેસ 2 હજાર 338
દેશમાં કોરોનાના નવા કેસની ગતિ યથાવત જોવા મળી રહી છે.એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા 2,338 કેસ નોંધાયા છે.એક જ દિવસમાં દેશમાં 2,134 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.ભારતમાં કોરોરનાથી એક દિવસમાં 19 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 17,883 કેસ છે.દેશમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 31 લાખ 58 હજાર 87 છે.તો આ તરફ દેશમાં કોરોનાથી કુલ 4 કરોડ 26 લાખ 15 હજાર 574 દર્દીઓ સ્વસ્થ થયા છે.ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 લાખ 24 હજાર 630 થયો છે.

મંકિપોક્સ પર સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ
દુનિયામાં મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે સદનસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને એલર્ટ રહેવાની ચેતવણી કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્કથી 21 દિવસ (કેસની વ્યાખ્યા મુજબ) ચિહ્નો/લક્ષણોની શરૂઆત માટે ઓછામાં ઓછા દરરોજ સંપર્કોનું નિરીક્ષણ કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona in gujarat corona positive gujarat corona case કોરોના પોઝિટિવ કોરોના વાયરસ ગુજરાત કોરોના કેસ gujarat corona case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ