બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat corona case update 28 July 2022

સાવધાન / 5 મહિના બાદ આખા ગુજરાતને કોરોનાએ ચોંકાવ્યું : આજે 1101 કેસ, જોઈલો તમારા જિલ્લામાં કેટલા નોંધાયા

Vishnu

Last Updated: 08:54 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નવા 1101 કેસ નોંધાયા, 886 દર્દી સાજા થયા, 5995 એક્ટિવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 364 કેસ

  • ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ વધારો
  • આજે 1101 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 1101 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 886 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 5995  પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત  15 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે અમદાવાદમાં 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહત્વનું છે કે મંગળવારે 889 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે બુધવારે 979 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા.

શહેરોમાં કોરોના કેસ વધ્યા
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 364 કેસ ગ્રામ્યમાં 10 કેસ, સુરત કોર્પોરેશનમાં 48 ગ્રામ્યમાં 29 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 78, ભાવનગર કોર્પોરેશનમાં 21, જામનગર કોર્પોરેશનમાં 03, ગાંધીનગર કોર્પોરેશનમાં 40 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 43 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે

14 દિવસમાં 11237  કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 14 જુલાઇ થી 27 જુલાઇ સુધીમાં 11237 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે તો આ સમય ગાળા દરમિયાન 14 લોકો મોતને ભેટયા છે. જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 854  કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.

સાજા થવાનો દર 98.65 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10965 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 3,65,501 નાગરિકોનું રસીકરણ સાથે  રાજ્યમાં રસીના કુલ 11.49 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.65 ટકા પહોચ્યો છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona in gujarat corona positive gujarat corona case કોરોના કોરોના પોઝિટિવ કોરોના વાયરસ ગુજરાત કોરોના કેસ gujarat corona case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ