બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat corona case update 22 june 2022
Vishnu
Last Updated: 08:14 PM, 23 June 2022
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આજે નવા કોરોનાના વધુ 407 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે.તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 190 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1741 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે મંગળવારે રાજ્યમાં 226 કેસ નોંધાયા હતા જે પ્રમાણે આજનો આંકડો ડબલ છે તેમ કહી શકાય
ADVERTISEMENT
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના 209 કેસ આવતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે તો સુરતમાં 57 કેસ, વડોદરામાં 41 કેસ,રાજકોટમાં 20 કેસ, ભાવનગરમાં 11 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, જામનગરમાં 9 કેસ, વલસાડમાં 8 કેસ, ભરૂચમાં 7 કેસ, આણંદમાં 6 કેસ, સાબરકાંઠામાં 5, બનાસકાંઠામાં 4, સુરેન્દ્રનગરમાં એક કેસ, કચ્છમાં 4 કેસ, મહેસાણામાં 4 કેસ, નવસારીમાં 2 કેસ, અમરેલીમાં એક કેસ, પાટણમાં એક કેસ નોંધાયો છે.
સાજા થવાનો દર 98.98 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 55, 638નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.10 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.97 ટકા પહોચ્યો છે.
તારીખ | કોરોના કેસ |
1 જૂન | 40 |
2 જૂન | 50 |
3 જૂન | 46 |
4 જૂન | 56 |
5 જૂન | 68 |
6 જૂન | 53 |
7 જૂન | 72 |
8 જૂન | 111 |
9 જૂન | 117 |
10 જૂન | 143 |
11 જૂન | 154 |
12 જૂન | 140 |
13 જૂન | 111 |
14 જૂન | 165 |
15 જૂન | 184 |
16 જૂન | 228 |
17 જૂન | 225 |
18 જૂન | 234 |
19 જૂન | 244 |
20 જૂન | 217 |
21 જૂન | 226 |
22 જૂન | 407 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.