Team VTV08:11 PM, 19 Jun 22
| Updated: 07:49 PM, 20 Jun 22
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1374 પર પહોચી, કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર
રાજ્યમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોરોનાના વધુ 244 કેસ
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોના કેસ 40થી લઈને 244 સુધી પહોંચી ગયા છે. તેમાંય 4 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 244 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 131 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1374 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 120 કેસ, સુરતમાં 38 કેસ, વડોદરામાં 34 કેસ, રાજકોટમાં 10 કેસ, વલસાડમાં 6 કેસ, ભાવનગરમાં 6 કેસ, ભરૂચમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, ગાંધીનગરમાં 6 કેસ, જામનગરમાં 4 કેસ, મહેસાણામાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, ખેડામાં 2 કેસ, કચ્છમાં કોરોનાનો એક કેસ બહાર આવ્યો છે.
કોરોનામાંથી સાજા થવાનો દર 99%
આજે રાજ્યભરમાં કુલ 10937 નાગરિકોને કોરોનાની રસી અપાઈ છે જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં રસીના કુલ 11.08 કરોડથી વધુ ડોઝ અપાયા છે.રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99 ટકા પર પહોચ્યો છે. કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10946 મૃત્યુ થઈ ચૂક્યા છે.