બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat corona case update 15 june 2022
Vishnu
Last Updated: 07:34 PM, 16 June 2022
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના ધીમી ગતિથી સતત આગળ વધી રહ્યો છે. 15 દિવસથી સતત એક બાદ એક કેસોમાં વધારો સામે આવી રહ્યો છે..છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 184 કેસ નોંધાયા છે. તો આજે 1 દર્દીનું અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુ થયું છે.112 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 991 પહોચી ગઈ છે.
ADVERTISEMENT
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ 94, સુરત 20,વડોદરા 18 કેસ, રાજકોટ 13, ગાંધીનગર 10 કેસ, જામનગર 5, કચ્છ, વલસાડ 4 કેસ, ભરૂચ 3, આણંદ, ગીર સોમનાથ 2 કેસખેડા, મોરબી, નવસારી 2 કેસ, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં 1 કેસ સામે આવ્યો છે.
7 દિવસમાં આવેલા કોરોનાના કેસની એવરેજ પ્રમાણે રોજ 134 કેસ પોઝિટિવ નોંધાઈ રહ્યા છે તો 1 જુનથી 14 જુન સુધીમાં કુલ 1326 કોરોના કેસ બહાર આવી ચૂક્યા છે તે ચિંતાનો વિષય છે. આજે 13 જિલ્લામાં 10થી ઓછા કેસ નોંધાયા છે જ્યારે 4 જિલ્લાના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. કોરોના કેસની ગતિ જોતાં તંત્ર ફરી એક્ટિવ મોડમાં આવી ગયું છે.
છેલ્લા 15 દિવસના કોરોના કેસ
15 જૂન | 184 |
14 જૂન | 165 |
13 જૂન | 111 |
12 જૂન | 140 |
11 જૂન | 154 |
10 જૂન | 143 |
9 જૂન | 117 |
8 જૂન | 111 |
7 જૂન | 72 |
6 જૂન | 53 |
5 જૂન | 68 |
4 જૂન | 56 |
3 જૂન | 46 |
2 જૂન | 50 |
1 જૂન | 40 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.