બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat corona case update 14 june 2022
Vishnu
Last Updated: 08:01 PM, 15 June 2022
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વકરવાની સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આજે રાજ્યમાં એકાએક કોરોના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 165 કેસ નોંધાયા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 920 પહોચી ગઈ છે. જ્યારે આજે કોરોનાને માત આપીને આજે દર્દી ડિસ્ચાર્જ થઈ હેમખેમ ઘેર પરત ફર્યા છે.કોરોનાગ્રસ્ત એક દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ, વડોદરામાં 22 કેસ, સુરતમાં 12 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 6 કેસ, જામનગરમાં 4 કેસ, મહેસાણામાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, વલસાડમાં 3, અમરેલીમાં 2 કેસ, આણંદમાં 2, ભરૂચમાં 2, કચ્છમાં 2 કેસ, બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.
સાજા થવાનો દર 99.03%
આજે રાજ્યમાં કુલ 43539 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.05 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 99.03 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.
દેશમાં કોરોનાની શું સ્થિતિ
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે જાહેર કરવામાં આવેલામાં આંકડામાં ફરી એક વાર 6 હજારથી વધારે એટલે કે 6594 નવા કેસો સામે આવ્યા છે. દેશમાં હાલમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,32,36,695 થઈ ગઈ છે. તો વળી એક્ટિવ કેસની વાત કરીએ તો, 47, 995થી વધીને સંખ્યા 50,548 પર પહોંચી ગઈ છે. ભારતમાં એક દિવસમાં કોવિડ 19 અંતર્ગત 6594 નવા કેસો આવવાથી કુલ કેસની સંખ્યા 4,32,36,695 પર પહોંચી ગઈ છે. જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 50,548 થઈ ગઈ છે.
છેલ્લા 14 દિવસના કોરોના કેસના આંકડા
14 જૂન | 165 |
13 જૂન | 111 |
12 જૂન | 140 |
11 જૂન | 154 |
10 જૂન | 143 |
9 જૂન | 117 |
8 જૂન | 111 |
7 જૂન | 72 |
6 જૂન | 53 |
5 જૂન | 68 |
4 જૂન | 56 |
3 જૂન | 46 |
2 જૂન | 50 |
1 જૂન | 40 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.