ગાંધીનગરમાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થયું, આજે ગુજરાતમાં 143 કેસ કોરોના પોઝિટવ આવ્યા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 143 કેસ
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 608 પહોંચી
ગુજરાતમાં કોરોના વકરવાની સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આજે રાજ્યમાં એકાએક કોરોના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 143 કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે 100થી વધુ કોરોનાના દૈનિક કેસ નોંધાતા તંત્રની સતર્ક થયું છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 608 પહોચી ગઈ છે.
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 86 કેસ, વડોદરા 18 કેસ, ગાંધીનગર 10 કેસ, સુરત 10 કેસ, રાજકોટ 8 કેસ , જામનગર 3 કેસ મહેસાણા જિલ્લામાં 3 કેસ આણંદમાં એક કેસ,કચ્છમાં એક કેસ, નવસારી અને સાબરકાંઠામાં એક-એક કેસ બહાર આવ્યા છે.રાજ્યમાં કુલ 51 દર્દીઓએ કોરોનાને માત આપી હેમખેમ ઘરે પરત ફર્યા છે.
ગુજરાતમાં કોરોનાથી એક દર્દીનું મોત
3 માર્ચના રોજ એક અને 7 મેના રોજ એક દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારે લાંબા સમય બાદ ગુજરાતમાં કોરોનાથી દર્દીનું મૃત્યુ થયું છે. આજરોજ ગાંધીનગરમાં એક કોરોના દર્દીએ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા પહોચ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10 હજાર 945 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.શુક્રવારે રાજ્યભરમાં કુલ 59 હજાર 719 નાગરિકોનું રસીકરણ થયું રાજ્યમાં રસીના કુલ 11.04 કરોડથી વધુ ડોઝ અપાયા છે.
ગુજરાતમાં કોરોનાની રફતાર
10 જૂન
143
9 જૂન
117
8 જૂન
111
7 જૂન
72
6 જૂન
53
5 જૂન
68
4 જૂન
56
3 જૂન
46
2 જૂન
50
1 જૂન
40
મહારાષ્ટ્રમાં ફરી વકર્યો કોરોના
મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3081 નવા કેસ નોંધાયા છે. ત્યારે 1323 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. એક્ટિવ કેસની સંખ્યા 13 હજાર 329 છે.એકલા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1956 નવા કેસ નોંધાયા છે. શહેરમાં આ દરમિયાન 763 દર્દી સાજા થયા છે. માત્ર મુંબઈમાં એક્ટિવ કેસ એટલે સારવાર કરાવી રહેલા લોકોની સંખ્યા 9191 છે.મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડ-19ના 2813 નવા કેસ નોંધાયા, જે છેલ્લા 4 મહિનામાં એક દિવસના સૌથી વધુ કેસ છે. કાલે પણ એક પણ દર્દીનું મોત થયું ન હતું. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 2701 કેસ નોંધાયા હતા.