બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Corona Case Update 08-04-2022

સાવધાન / જાળવજો હો! રાહત બાદ ગુજરાતમાં આજે ફરી 20 નવા કેસ નોંધાતા ફફડાટ, આ જિલ્લામાં નોંધાયા સૌથી વધુ કેસ

Vishnu

Last Updated: 07:55 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત નેશનલ લો યુનિમાં એકસાથે 15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ આવ્યા, ગઈકાલે ગુરુવારે કોરોનાના 8 કેસ નોંધાયા હતા

  • જાળવજો કોરોના હજુ સાવ ગયો નથી
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  20 નવા કેસ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોના ના બરોબર થઈ ગયો છે. પણ ગત 24 કલાકમાં 20 કેસ સામે આવતા ફરી ચિંતા વધી ગઈ છે. તેમાં પણ સૌથી વધુ પાટનગર ગાંધીનગરમાં 15 જેટલા કેસ એક સામટા આવી ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2 તો ગાંધીનગર જિલ્લામાં 2 અને ખેડામાં 1 કેસ નોંધાયો છે. આજે કુલ 7 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 86 તો વેન્ટીલેટર પર 02 દર્દીઓ છે. રાજ્યમાં  કોરોનાથી સાજા થવાનો ડર 99.10 ટકા થઈ ગયો છે.

15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ
ગુજરાત નેશનલ લો યુનિમાં એકસાથે 15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરાયા હતા. હાલ 15 જેટલા વિધાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા જ પોઝિટિવ વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. હાલ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.

ગુરુવારે કોરોનાના 8 કેસ નોંધાયા હતા
ગુજરાતમાં ગઇકાલે(7-4-2022)ના રોજ રાજ્યમાં કોરોના વાયરસના 8 કેસ નોંધાયા હતા અને 9 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદ શહેરમાં 3, ખેડામાં 2, ગાંધીનગર શહેરમાં 1, કચ્છમાં 1 અને વડોદરામાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.

ખાનગી હોસ્પિટલોમાં પણ મળશે પ્રિકોશન ડોઝઃ આરોગ્ય મંત્રી
કોરોનાનો બૂસ્ટર ડોઝ તમામ ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે. પ્રથમ ડોઝ અને બીજા ડોઝ માટે સરકારી વેક્સિનેશન કેન્દ્રો દ્વારા ચાલી રહેલા મફત રસીકરણ કાર્યક્રમ સાથે આરોગ્ય કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વય જૂથો માટે બૂસ્ટર ડોઝ શરૂ રહેશે. આ સાથે જ તેને વધુ વેગ આપવામાં આવશે. 18 વર્ષથી ઉપરના લોકો પ્રિકોશન ડોઝ લઈ શકશે. કોવિશિલ્ડના એક બુસ્ટર ડોઝની કિંમત 600+ ટેક્સ હોવાનો સીરમ ઇન્સ્ટીટ્યૂટના સૂત્રએ દાવો કર્યો છે. તો રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરી છે.

અમદાવાદમાં કોરોના સહાય પેટે 92.93 કરોડની રકમ ચૂકવાઈ
કોરોનામાં મૃત્યુ પામેલા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે.જો કે સમગ્ર રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી હતી.સૌથી વધુ સંક્રમણ અને મોત પણ અમદાવાદમાં નોંધાયા હતા.રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યું પામ્યા હોય તેવા લોકોને 50 હજારની  રોકડ સહાય આપવાનું નક્કી કરાયું હતું.જેમાંથી અમદાવાદ શહેર અને અમદવાદ ગ્રામ્ય વિસ્તારની  કોરોના સહાય માટે કલેકટર કચેરીને 19900 અરજી મળી છે..જેનાથી 18,387 અરજી મંજૂર કરવમાં આવી છે.જેમાંથી અમદાવાદ કલેકટર દ્વારા  18,387 અરજીઓ મંજૂર કરીને કોરોના મૃત્યુસહાય પેટે કુલ 92.93 કરોડની રકમ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે.જયારે કેટલાક કિસ્સામાં કોરોનામાં મોત અંગેના પુરતા પુરાવા ન હોવાથી અરજી  નામંજૂર થઇ છે

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona in gujarat corona positive gujarat corona case કોરોના કોરોના પોઝિટિવ કોરોના વાયરસ ગુજરાત કોરોના કેસ gujarat corona case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ