Team VTV07:48 PM, 07 Jun 22
| Updated: 07:45 PM, 12 Jun 22
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 72 કેસ, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 363 પહોચી
ગુજરાતમાં કોરોના વકર્યો
ફરી કોવિડ કેસોમાં મોટો વધારો
આજે 72 કેસ નોંધાતા તંત્ર એક્ટિવ
ગુજરાતમાં કોરોના વકરવાની સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આજે રાજ્યમાં એકાએક કોરોના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 72 કેસ નોંધાયા છે.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 363 પહોચી છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 7 કેસ, વડોદરામાં 7 કેસ, રાજકોટમાં 4 કેસ, અરવલ્લી અને વલસાડ જિલ્લામાં 2-2 કેસ, આણંદમાં એક કેસ, બનાસકાંઠામાં એક કેસ, મહેસાણામાં એક કેસ, ગાંધીનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
મંગળવારે રાજ્યભરમાં કુલ 43,858 નાગરિકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.02 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 10944 નાગરિકોએ જીવ ગુમાવ્યા જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા પહોચ્યો છે.
રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડ પાસે ટેસ્ટિંગ ડોમ ઊભા કરાશે
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ રફતાર પકડતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોના કેસોમાં નોંધપાત્ર કેસો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સરકારી આંકડા મુજબ હાલમાં અમદાવાદ શહેરમાં 2017 કોરોના કેસ એક્ટિવ છે. તો વળી કોરોનાના 3 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે ફરી એકવાર કોરોનાને ફેલાતો રોકવા માટે તંત્ર મક્કમ બન્યું હોય તેમ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવશે.
વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં માસ્ક ફરજિયાત
ફરી વધતા કોરોનાના સંક્રમણને કારણે તંત્રનો નિર્ણય
જિલ્લા કલેક્ટરના આદેશ બાદ કચેરીમાં માસ્ક ફરજિયાત
માસ્ક વગર કોઈપણ મુલાકાતીને કચેરીમાં પ્રવેશ નહીં મળે
ચોથી લહેરના ભણકારા ?
રાજ્યમાં 7 મેના દિવસે 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. ત્રીજી લહેરના સૌથી વધુ કેસ 17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.