બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Corona case and Omicron case update 29-01-22
Kavan
Last Updated: 06:54 PM, 30 January 2022
ADVERTISEMENT
ગુજરાતમાં ત્રીજી લહેરની પીક હવે સમાપ્ત થઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 11,794 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રને લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3990 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 511 કેસ તો રાજકોટ શહેરમાં 716 કેસ, વડોદરા શહેરમાં 1816 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 326 કેસ, ભાવનગર શહેરમાં 203 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 33 લોકોએ દમ તોડ્યો છે જ્યારે દર્દીઓ 21,655 સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 98,021 સંખ્યા સુધી પહોંચી છે.
ADVERTISEMENT
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 4,066 કેસ, સુરતમાં 879 કેસ, રાજકોટમાં 982 કેસ, વડોદરામાં 2,257 કેસ, જૂનાગઢમાં 39 કેસ, જામનગરમાં 302 કેસ, ગાંધીનગરમાં 487 કેસ, ભાવનગરમાં 230 કેસ કચ્છમાં 263, વલસાડમાં 151 કેસ, બનાસકાંઠામાં 191, મહેસાણામાં 313 કેસ, નવસારીમાં 116, ભરૂચમાં 207 કેસ, આણંદમાં 151, મોરબીમાં 121 કેસ, ખેડામાં 140, સાબરકાંઠામાં 121 કેસ, પંચમહાલમાં 75, અમરેલીમાં 31 કેસ, સુરેન્દ્રનગર 91, તાપીમાં 53 કેસ, દાહોદમાં 39, ગીરસોમનાથમાં 31 કેસ, દ્વારકામાં 22, મહીસાગરમાં 40 કેસ, અરવલ્લીમાં 15, નર્મદામાં 24, બોટાદમાં 10 કેસ, છેટાઉદેપુરમાં 16, ડાંગમાં 12, પોરબંદરમાં 06 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવાર, 29 જાન્યુઆરીના આંકડા મુજબ દેશમાં ગત 24 કલાકમાં 2,35,532 નવા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 871 લોકોને કોરોનાથી મોત થયા હતા છ જે ચિંતાજનક છે.
પરંતુ એક મુદ્દો એ પણ છે કે દેશમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે અને તંદુરસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હવે 20.04 લાખ સક્રિય કિસ્સામાં એટલે કે 20,04,333 એક્ટિવ કેસ છે. માતે આજે રિકવર થનાર દર્દીઓની સંખ્યા આજે 3.35 લાખ થઈ છે.
પોઝિટીવીટી રેટ, 13.39 % થયો
કોરોનાનાં કારણે ગઈકાલે એટલે શુક્રવારે 627 દર્દીઓના મૃત્યુ થયા હતા અને ગુરુવારે 573 દર્દીઓના મોત થયા હતા. જેના કારણે આજે થયેલ વધારો ચિંતાજનક છે.
વેકસીનેશનના આંકડા?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 20 લાખ 4 હજાર 333 થઈ ગઈ છે.તો સામે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 93 હજાર 198 થઈ ગઈ છે.
મળેલી માહિતી અનુસાર, ગઈકાલે ત્રણ લાખ 35 હજાર 939 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 83 લાખ 60 હજાર 710 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે.
રાષ્ટ્રવ્યાપી વેકસીનેશન ડ્રાઈવના કારણે અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 165 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 56, 72, 766 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 165 કરોડ 4 લાખ 87 હજાર 260 ડોઝ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.