Gujarat Corona Ahmedabad Micro Containment Zone 23 January 2022
સાચવજો /
અમદાવાદમાં આ વિસ્તારમાં આંટાફેરા ઓછા મારજો, નવા 16 વિસ્તારો મુકાઇ ગયા છે માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં
Team VTV09:12 PM, 23 Jan 22
| Updated: 08:18 PM, 31 Jan 22
રવિવારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,617 કોરોનાના નોંધાયા, હોટ સ્પોટ અમદાવાદ શહેરમાં સૌથી 6191 વધુ કેસ સામે આવ્યા
અમદાવાદમાં વધુ 16 વિસ્તારો માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં
11 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા
રવિવારે અમદાવાદમાં 6191 કેસ
અમદાવાદ જાણે કોરોનાનું ઘર બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે આજે ફરી અમદાવાદમાં સૌથી વધુ 6191 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 6 લોકો કોરોનાને કારણે મોતને ભેટયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.વધુ 16 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. તેમજ કુલ 11 વિસ્તારોને નિયંત્રણમાંથી બહાર મૂકવામાં આવ્યા છે.
186 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં
છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેરમાં તેમાં પણ પૂર્વ ઝોનમાં કોરોના કેસો વધારે પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. જેના લીધે અત્યારસુધી પૂર્વ ઝોનમાં જ વધુ મોટા ભાગના વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જેમ જેમ સ્થિતિ સામાન્ય થઈ રહી છે તેમ તેમ પ્રતિબંધિત વિસ્તારમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. હાલમાં શહેરમાં કુલ 186 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.નવા 16 વિસ્તારમાં 24 જાન્યુઆરીના રોજ ઘરે ઘરે જઇ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
આજે ગુજરાતમાં 16,617 કેસ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાનો પ્રકોપ યથવાત છે. છેલ્લા 24 કલાકમાં 16,617 કેસ કોરોના પોઝિટિવ આવતા બીજી લહેરના ભયવાહ દ્રશ્યો લોકોની આંખ સામે તરી રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 6191 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1512 કેસ તો રાજકોટ શહેરમાં 410 કેસ, વડોદરા શહેરમાં 2876 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 398 કેસ, ભાવનગર શહેરમાં 399 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. તો કોરોનાને લીધે 19 લોકોના મોત થયા છે. જ્યારે 11,636 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,34,837 સુધી પહોંચી જતા ચિંતા મોજું ફરી વળ્યું છે. હાલ 258 કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે અત્યાર સુધી રાજ્યમાં 10249 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. મહત્વનું છે કે આજે રવિવાર હોવાના કારણે ટેસ્ટિંગ પણ ઓછા થયા હોવાથી ગઈ કાલ કરતાં આજના કેસોમાં મોટો ઘટાડો આવ્યો છે.હાલ 258 કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે અત્યાર સુધી રાજ્યમાં 10249 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.