gujarat congress president amit chavda interview on vtv news amid local body election
VIDEO /
EXCLUSIVE : અમિત ચાવડાનું મોટું નિવેદન : ખેડૂતોની હાય ભાજપના સૂપડાં સાફ કરી દેશે
Team VTV02:47 PM, 19 Feb 21
| Updated: 03:30 PM, 19 Feb 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ VTV સાથે ખાસ વાતચીતમાં જીતનો દાવો કર્યો હતો.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે ખાસ વાતચીત
VTV પર અમિત ચાવડા
પેટ્રોલના ભાવ અને ખેડૂત આંદોલનના કારણે ભાજપ સાફ થશે તેવો કર્યો દાવો
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે ખાસ વાતચીત
અમિત ચાવડાએ કહ્યું કે સત્તાધીશો જાહેરાતો અને ઉત્સવોમાં નાણાં બરબાદ કરી રહ્યા છે અને લોકોનું સ્પષ્ટ માનવું છે કે દર ચોમાસે રસ્તા ધોવાઈ જાય છે, શિક્ષણની સુવિધા નથી અને આરોગ્યની સુવિધા નથી.
"જનતા પરિવર્તન માટે કરશે મત"
તેમણે વધુમાં કહ્યું કે મહામારીમાં ભાજપની નિષ્ફળતાના કારણે અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. આ સિવાય પેટ્રોલ ડીઝલના ભાવને લઈને તેમણે કહ્યું કે પેટ્રોલના ભાવ તો 100એ પહોંચી ગયા છે અને ગેસનો ભાવ પર કમર તોડી રહ્યો છે. તેલનો ડબ્બો પણ બે હજારથી વધારે છે.
"અંહાકારી શાસકોને મળશે શબક"
અમિત ચાવડાએ મોટું નિવેદન આપતા કહ્યું કે આ વખતે જનતાને ખબર પડી છે કે અત્યાર સુધી ખોટી રીતે લાગણીઓમાં આવી તથા ધાર્મિક બાબતો અને ઉન્માદમાં આવીને મતદાન કર્યું છે. પણ આ વખતે રસ્તા-પાણીને લઈને મતદાન થશે.
આ ચૂંટણીમાં ઘણી જગ્યા પર કોંગ્રેસનું ઢીલું મેનેજમેન્ટ જોવા મળ્યું છે જેના કારણે બે નગરપાલિકા તો બિનહરીફ જ જતી રહી. આ મુદ્દા પર અમિત ચાવડાએ કહ્યું કે ક્યાંકને ક્યાંક જુદા જુદા કારણો છે. ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત લેવડાવવામાં આવ્યા છે.
"ખેડૂતોની હાય, ભાજપને સાફ કરશે"
ખેડૂત આંદોલનને લઈને અમિત ચાવડાએ કહ્યું કે ખેડૂતોના આંદોલનની અસર માત્ર પંજાબ જ નહીં પરંતુ ગુજરાતમાં પણ જોવા મળશે અને આ ખેડૂતોની હાય ભાજપના સૂપડા સાફ કરી નાંખશે. જે ખેડૂતોએ ભાજપને સિંહાસન પર બેસાડ્યા છે અને તે ભાજપને ઉતારી દે તેવી તાકાત પણ ધરાવે છે જેનો પરચો આગામી દિવસોમાં જોવાં મળશે.