બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / સુરત / કોંગ્રેસનો દાવ ઊંઘો પડ્યો, રાજકોટ-સુરતની ન્યાય યાત્રામાં પીડિતોની પાંખી હાજરી ઉડીને વળગી
Last Updated: 09:07 PM, 9 August 2024
મોટા ઉપાડે પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતો અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. ન્યાય યાત્રામાં પીડિતો જ ન જોડાયાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસની ન્યાયયાત્રામાં ન જોડાયા પીડિતો
ADVERTISEMENT
સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને યાત્રામાં જોડાવા આમંત્રણ અપાયું પણ તેમણે ઠુકરાવ્યું હતું અને કહ્યું હતું કે ન્યાય માત્ર કોર્ટ કરશે. મદદ કરવી હોય તો ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરે. તો રાજકોટના હાલમાં જ થયેલા અગ્નિકાંડના પીડિતોએ પણ આમંત્રણ ઠુકરાવ્યું હતું.
આ પણ વાંચો: સોશિયલ પ્રેમમાં સીન થયો! યુવતીને લાલચ આપી કર્યો રેપ, કિંમતી ગિફ્ટ લેતા ભાગ્યરાજનો ભાંડો ફૂટ્યો
રાજકોટ અગ્નિકાંડના પીડિતો સરકારથી સંતુષ્ટ
પીડિત પરિવારોનું કહેવું છે કે, તેમને સ્પેશિયલ PP ફાળવ્યા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માગ સ્વીકારાઈ છે. સાથે જ તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, અમે સરકાર પાસે ન્યાયની માગ કરી હતી કોંગ્રેસ કે ભાજપ પાસે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.