નિવેદન /
નીતિન પટેલનું આ મોટું નિવેદન કોંગ્રેસની ઊંઘ હરામ કરી દેશે, કહ્યું...
Team VTV11:27 AM, 16 Mar 20
| Updated: 12:17 PM, 16 Mar 20
ગુજરાતમાં કોંગ્રેસના આંતરિક વિખવાદ બાદ છેલ્લા 24 કલાકમાં 5 ધારાસભ્યોએ રાજીનામાં આપતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડતાં મોવડમંડળ ચિંતિત જોવા મળી રહ્યું છે. જો કે બીજી તરફ રાજ્યના ડે. સીએમ નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને લઇને નિવેદન આપતાં કહ્યું કે કોંગ્રેસની આંતરિક જૂથબંધી સામે આવી છે.
રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંને લઇને નિવેદન આપતાં કહ્યું છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો પક્ષથી નારાજ છે, કોંગ્રેસની આંતરિક જૂથબંધી સામે આવી છે.
ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાવવા ઉત્સાહી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગેની જાણકારી વિધાનસભા અધ્યક્ષ વિધાનસભામાં માહીતી આપશે.
જો કે હજુ પણ વધારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડે તેવો ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો હતો. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્યોનો વિશ્વાસ સંપાદન ન કરી શકી, કોંગ્રેસમાં જૂથવાદ છે. જેને લઇને આજે પણ બીજા રાજીનામાં પડી શકે છે.