બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Congress leaders give sharp reactions to Hardik Patel's resignation

નિવેદન / હાર્દિક પટેલના રાજીનામા પર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આપી ધારદાર પ્રતિક્રિયાઓ, જુઓ કોણે કેવો કર્યો પ્રહાર

Last Updated: 06:38 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા મનીષ દોશી, મનહર પટેલ, લલિત વસોયા, અને હેમાંગ વસાવડાએ હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા

  • હાર્દિક પટેલ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની તીખી પ્રતિક્રિયા
  • કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત થઇ કામ કરનારને સલામ
  • કોંગ્રેસે હાર્દિકને પદ અને સન્માન આપ્યું

જેણે હાથ ઝાલ્યો. જેણે રાજનીતિમાં પ્રવેશ આપ્યો.પદ આપ્યું.હોદ્દો આપ્યો.નાની ઉમરમાં અનુભવ કરતા જરાક વધારે જ આપી દીધું. પરંતુ તે જરાક વધારે આપવું.આજે કોંગ્રેસ માટે જ નુકસાન કારક સાબિત થયું છે.. કારણ કે, હાર્દિક પટેલે અંતે નારાજગીના નાટકનો અંત લાવી દીધો.અને કોંગ્રેસનો હાથ કાયમી માટે છોડી દીધો ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઑએ હાર્દિક પર પ્રહાર કરતાં પોત પોતાના મત રજૂ કર્યા છે.

હાર્દિકે મોકા પરસ્તી કરી: મનિષ દોશી
હાર્દિક પટેલના રાજીનામા મુદ્દે મનિષ દોશીએ આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રસને નુકસાન થાય તેવા નિવેદન કરતા હતા, હાર્દિકે પક્ષના ફોરમમાં ચર્ચા કરવાનું યોગ્ય સમજ્યું ન હતું. નાની ઉંમરમાં કોંગ્રેસ પક્ષે હાર્દિકને મોટી જવાબદારી સોંપી હતી. અન્ય રાજ્યોમાં સ્ટાર પ્રચારક ની જવાબદારી અપાઈ હતી. એમનું મહત્વ વધે તે માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી હતી પણ તેમના નિવેદનો પરથી લાગી રહ્યું હતું કે તેઓ નવી તક શોધી રહ્યા છે. હાર્દિક રાજીનામાં સાથે તૈયાર સ્ક્રિપ્ટ લખી સંભળાવી હવે હાર્દિક રાજનીતિ નહી પણ પરંતુ મોકા પરસ્તી કરી રહ્યા છે.

હાર્દિકને કોંગ્રેસ જેવું સન્માન આપશે તો જાહેર જીવન છોડી દઈશ: મનહર પટેલ 
હાર્દિક પટેલના રાજીનામા મુદ્દે મનહર પટેલે પણ હાર્દિકના નિર્ણયને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત થઇ કામ કરનારને સલામ કરું છું. કોંગ્રેસે હાર્દિકને પદ અને સન્માન આપ્યું. મહત્વાકાંક્ષી રાજનીતિને પૂર્ણ કરવા હાર્દિક પ્રયત્નશીલ હતા. અમે અનેક વખત હાર્દિકને કહ્યું કે નારાજગી હોય તો ચર્ચા કરો, કોંગ્રેસમાં આવ્યા ત્યારે હાર્દિક જાણતા હતા કે લડાયક મિજાજ દર્શાવવો પડશે પણ ઊલટું હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ભાઈચારો દર્શાવ્યો જ નથી.હાર્દિક જેવા નેતા પક્ષ સાથે ધબ્બા જેવા છે, હાર્દિકને અન્ય કોઈ પક્ષમાં કોંગ્રેસ જેવું સન્માન નહીં મળે અને ચેલેન્જ આવતા કહ્યું હતું કે અન્ય કોઈ પાર્ટી હાર્દિકને કોંગ્રેસ જેવું સન્માન આપશે તો જાહેર જીવન છોડી દઈશ. 

હાર્દિક પટેલના જવાથી કોઈ મોટી ખોટ પડવાની નથી: હેમાંગ વસાવડા
હેમાંગ વસાવડા કહ્યું કે હાર્દિક પટેલે કીધું એમ ટિકિટ આપવામાં આવી હતી, યુપી, બિહાર અને પંજાબમાં તેમને મોકલવામાં આવ્યા હતા. રાહુલજીએ તેમને ખૂબ જ તકો આપી હતી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાણ નથી તેવું તો પહેલેથી દેખાતું હતું, આમારી પાર્ટી સક્ષમ છે,  તેમના જવાથી કોઈ નુકસાન થવાનું નથી. જે રીતે એમણે ચૂંટણી લડવાની મંજૂરી મેળવી અને ફટાફટ કેસો પાછા ખેંચાવવા મંડ્યા એટલે પહેલેથી જ એંધાણ હતા કે તેઓ પાર્ટી છોડવાના હતા. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે હાર્દિક પટેલના જવાથી કોઈ મોટી ખોટ પડવાની નથી અને તેઓ ભાજપના શરણે જઈ રહ્યા છે. જે ભાજપની સામે તેઓ નિવેદનો કરી રહ્યા હતા તે જ ભાજપમાં તેઓ જઈ રહ્યાં છે.

હાર્દિક પટેલના રાજીનામાં અંગે લલિત વસોયાનું નિવેદન
હાર્દિકને કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ આપ્યું હતું.  મહત્વનું પદ આપવા છતાં પણ નારાજગી વ્યક્ત કરે તે આશ્ચર્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, હાર્દિકનું ભાજપમાં જવાનું મન હોઈ તેવું લાગી રહ્યું છે. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું. મહત્વનું છે કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતાં. લોકશાહીમાં બધા પોતાના નિર્ણયો લઈ શકે છે. હાર્દિકે જોઈ વિચારી નિર્ણય કર્યો હશે. ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના 

હાર્દિકના સાથીઓનું સ્ટેન્ડ શું ? 

  • અલ્પેશ કથિરિયા - હાર્દિકના નિર્ણયની તરફેણમાં 
  • લલિત વસોયા - હાર્દિકના નિર્ણયની તરફેણમાં 
  • દિનેશ બાંભણિયા - હાર્દિકના નિર્ણયની વિરુદ્ધ
  • મનોજ પનારા - હાર્દિકના નિર્ણયની વિરુ્દ્ધ
  • ગીતા પટેલ - હાર્દિકના નિર્ણયની વિરુદ્ધ 
  • વરુણ પટેલ - હાર્દિકના નિર્ણયની વિરુ્દ્ધ 
  • દિલિપ છાબવા - હાર્દિકના નિર્ણયની તરફેણમાં

સંકળાયેલા મુદ્દાઓ

Congress leader Gujarat congress Reactions hardik patel કોંગ્રેસ કોંગ્રેસ નેતા ગુજરાત મનહર પટેલ મનીષ દોશી રાજીનામું લલિત વસોયા હાર્દિક પટેલ હેમાંગ વસાવડા Hardik Patel
Vishnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ