બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Congress leader Bharatsinh Sonalki knocks on court door for divorce

બોરસદ / ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોંલકીએ છૂટાછેડા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા,જાણો સમગ્ર વિગત

ParthB

Last Updated: 03:38 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલ સાથે લાંબા સમયથી ચાલતા પારિવારિક ઝગડાને લઇ ડિવોર્સ માટે અરજી દાખલ કરી.

  • ભરતસિંહ સોલંકીએ બોરસદ કોર્ટમાં કરી છુટાછેડાની અરજી
  • પત્ની રેશ્મા સાથે લાંબા સમયથી ચાલતો હતો વિખવાદ
  • 4મેના રોજ બોરસદ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

કોંગ્રેસના દિગ્ગજ નેતા  નેતા ભરતસિંહ સોલંકીએ બોરસદ કોર્ટમાં  છુટ્ટાછેડા માટે અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી ભરત સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ સાથે પારિવારિક ઝગડો ચાલી રહ્યો છે. 

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ છુટ્ટાછેડા માટે કોર્ટમાં કરી અરજી

જેને લઈને ભરતસિંહ સોલંકીએ બોરસદની કોર્ટમાં છુટ્ટાછેડા માટે અરજી દાખલ કરી છે. જેની આગામી સુનાવણી આવતા મહિને 4 તારીખે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન  પટેલે આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મુકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.

રાહુલ ગાંધીને પણ કરી હતી ફરિયાદ    

ભરતસિંહ સોલંકી વિરૂદ્ઘ રેશ્માબેને અમેરિકાથી પત્ર લખી ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે,  છેલ્લા ઘણાં સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય મળ્યો નથી. મારા પતિ ભરતસિંહ સોલંકીના ડરથી અમેરિકા આવી ગઇ છું. ભરતસિંહ અમેરિકા આવ્યા પરંતુ મને સંપર્ક કર્યો નથી. હાલ મારી આર્થિક સ્થિતિ હાલ સારી નથી. મને ન્યાય મળે એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું.

પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી: ભરતસિંહ સોલંકી

મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લા 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ