આવતીકાલે કોંગ્રેસના 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે
અક્ષય પટેલ, બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરી ધારણ કરશે કેસરિયો
ભાજપે આમને બતાવ્યો ઠેંગો
ગઢડા પ્રવિણ મારુ રાજીનામું આપ્યું છે જેમાં પ્રવિણ મારુની જગ્યાએ આત્મરામ પરમારને ભાજપ લડાવશે. ધારીના જે. વી કાકડિયાને પણ પાર્ટી ટિકિટ નહી આપે . ડાંગ મંગળભાઇ ગાવિત પણ રાજીનામું આપ્યું છે. મંગળ ગાવિતને ભાજપ ટિકિટ નહી આપે.
બ્રિજેશ મેરજાને રાજ્યકક્ષાના મંત્રી અથવા નિગમ મળી શકે
લિંબડીથી સોમાભાઇ પટેલે રાજીનામું આપ્યું છે. સોમા પટેલ કે તેમના દિકરાને ભાજપ ટિકિટ આપશે. મોરબીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ રાજીનામું આપ્યું છે. બ્રિજેશ મેરજાને રાજ્યકક્ષાના મંત્રી અથવા નિગમ મળી શકે છે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા રાજીનામું આપ્યું. પ્રદ્યુમનસિંહ જાડેજાને ભાજપ ફરી ટિકિટ આપશે.
કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલએ ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું છે. અક્ષય પટેલને ભાજપ ફરી ટિકિટ આપશે. કપરાડા જીતુ પટેલે પણ રાજીનામુ આપ્યુ છે. જીતુ પટેલને પણ ભાજપ ફરી ટિકિટ આપશે.
કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજ્યસભા ઈલેક્શન પહેલા આપ્યા રાજીનામાં