ગુજરાત CMOના વીડિયોમાં ભૂલ, ભારતના નકશામાંથી કાશ્મીર ગાયબ

By : admin 08:16 AM, 06 December 2018 | Updated : 08:53 AM, 06 December 2018
રાજ્યમાં સ્થપાનારી દેશની સૌ પ્રથમ બાયોટેક્નોલોજિકલ યુનિવર્સિટીને લાગતો એક વીડિયો CMOના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટ કરાયો.

આ વીડિયોમાં એક વર્લ્ડ મેપમાં ભારતના ભગવા રંગના નકશામાંથી પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરના ભાગને કાઢી નાખવામાં આવ્યો છે. આ વીડિયોમાં પાક અને ચીન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ ન હોવાનું દેખાઈ રહ્યું છે.

જ્યારે આ વીડિયોની શરૂઆતમાં લીલા રંગથી દર્શાવેલા ભારતનાં વિવિધ રાજ્યોના નકશામાં જમ્મૂ-કશ્મીર રાજ્યને ભારતનો ભાગ તો ગણાવાયું છે. પણ તેને ત્રણ અલગ અલગ ભાગમાં વેચવામાં આવ્યુ છે.

આ રીતે અલગ દર્શાવેલા ભાગ હાલ પાકિસ્તાન અને ચીનના કબજા હેઠળ છે. આ વીડિયોને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણી અને ગુજકોસ્ટના વૈજ્ઞાનિક નરોત્તમ સાહુ સહિત 76થી વધુ લોકોએ રિટ્વિટ કર્યો છે.
 Recent Story

Popular Story