Gujarat CM Vijay rupani local self government elections congress
નિવેદન /
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે CM રુપાણીનું મોટું નિવેદન, કહ્યું આગામી દિવસોમાં કોંગ્રેસના...
Team VTV11:37 AM, 14 Nov 20
| Updated: 11:49 AM, 14 Nov 20
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ દિવાળીની ઉજવણી કરવા રાજકોટ પહોંચ્યાં છે. CM રુપાણીએ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી છે. સીએમ રુપાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે કહ્યું પેટાચૂંટણીના પરિણામ એક ટ્રેલર છે.
દિવાળી પર્વની CMએ પાઠવી શુભેચ્છાઓ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે CM રુપાણીનું નિવેદન
પેટાચૂંટણીના પરિણામ એક ટ્રેલર છે
મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળીની ઉજવણી કરવા રાજકોટ પહોંચ્યા છે. સીએમ રૂપણીએ ચોપડા પુજન કર્યું. આ સાથે CM રુપાણીએ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે પેટાચૂંટણીના પરિણામ એક ટ્રેલર છે.
CM રુપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે કહ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી જશે. લોકોએ PM મોદીના વિકાસની રાજનીતિ સ્વીકારી છે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની તમામ 8 બેઠક પર જીત થઇ હતી. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે CM રુપાણીએ કહ્યું કે લોકો વચ્ચે રહી લોકોની આશાઓ પૂર્ણ કરીશું. સ્થાનિક સ્વરાજ અને 2022માં પણ જંગી બહુમતિથી વિજય મેળવીશું.