બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'એમનું સ્વાસ્થ્ય સારું છે અને હજુય...', સુનિતા વિલિયમ્સની વાપસી પર શું બોલ્યા ગુજરાતના નેતાઓ?
Last Updated: 10:59 AM, 19 March 2025
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીને લઈ દેશભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે ગુજરાતની દીકરી ધરતી પર પરત ફરી છે. લાંબા સમય સુધી અંતરિક્ષ રહ્યા બાદ ધરતી પર તેઓ પરત ફર્યા છે. તેઓ ધરતી પર પરત ફરતા હું આનંદની લાગણી અનુભવું છું. અને ભગવાન સુનિતા વિલિયમ્સની તમામ મનોકામના પૂર્ણ કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુનિતા વિલિયમ્સને અભિનંદન આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મહેસાણાની દીકરીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સુનિતા વિલિયમ્સનો 9 મહિનાનો સ્પેસનો અનુભવ થયો છે ત્યારે સુનિતા વિલિયમ્સ દુનિયાની દીકરીઓ માટે પ્રેરણારૂપ છે. આ ઉપરાંત આ પ્રસંગે સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમ હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી પર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે અંતરિક્ષમાં 9 મહિના રહીને સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે. તેઓએ દુનિયાને નારીશકિતના સાહસનો સંદેશ આપ્યો છે. ત્યારે આ પ્રસંગે દુનિયામાં તમામ લોકો તેમની માટે પાર્થના કરી રહ્યા છે. આ પ્રસંગે રાજ્ય શિક્ષણમંત્રીએ લાડલી દિકરી કલ્પના ચાવલાને પણ યાદ કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.