બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / Gujarat celebrated the polling festival in a different way, wearing puja dresses, cutting cakes, even showing pomp with bullock carts.

અનોખી રીતે ઉજવણી / ગુજરાતે અલગ જ રીતે ઉજવ્યું મતદાનનું મહાપર્વ, પૂજાના પહેરવેશ પહેર્યા, કેક કાપી, બળદ ગાડાસાથે ઠાઠમાઠ પણ બતાવ્યો

Vishal Khamar

Last Updated: 06:39 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાનાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જવા પામ્યું છે. સવારથી જ ઉત્સાહ સાથે મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. મતદારોએ અવનવી રીતે મતદાન કર્યું હતું.

  • ગુજરાત વિધાનસભાનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
  • મતદારોએ અલગ-અલગ રીતે ગ્રુપમાં કર્યુ મતદાન
  • યુવકે મતદાન મથકે કર્મચારીઓ સાથે કેક કાપી જન્મદિવસ અને મહાપર્વની ઉજવણી કરી

 ગુજરાત વિધાનસભાનાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જવા પામ્યું છે. ત્યારે સવારથી જ ભારે ઉત્સાહ સાથે યુવા મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે અમુક મતદારો દ્વારા લગ્ન પહેલા મતદાન કર્યું હતું અને અમુક મતદારો દ્વારા ઘોડા ઉપર કે બળદગાડામાં મતદાન કરવા નીકળ્યા હતા. સુરતમાં જૈન સંઘના યુવાનો સામુહિક મતદાન કરવા માટે પૂજાનાં પહેરવેશમાં ઢોલ નગારાના તાલે મતદાન કર્યું હતું. તો બીજી તરફ જેતપુરના નવાગઢમાં એક યુવકો પોલિંગ બુથ પર જઈ કર્મચારીઓ સાથે કેક કાપી હતી અને અમરેલીનાં સાવરકુંડલામાં પણ ખેડૂત બળદગાડામાં બેસીને મત આપવા માટે પહોચ્યા હતા.

જૈન સમાજના લોકો પૂજાના પોષાકમાં જ મતદાન કરવા પહોચ્યા
સુરતમાં સવારથી જ મતદાતાઓમાં ભારે ઉત્સાગ જોવા મળી રહ્યો હતો. યુવા મતદારો દ્વારા મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે સુરતમાં  જૈન સમાજનાં એક ગ્રુપ મતદાન કરવા માટે પૂજાનાં પોષાકમાં મતદાન મથકે પહોચ્યું હતું. જૈન સમુદાય દ્વારા લોકશાહીના પર્વને ઉત્સાહ સાથે ઉજવ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે. કોઈપણ શુભકાર્યમાં અને તહેવારોમાં ભગવાનની પ્રાર્થને કરીએ છીએ. આ પર્વમાં ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. ત્યારે આ પર્વમાં ભાગ લેતા પહેલા પરમાત્માની આજ્ઞા લેવા મંદિર પહોચ્યા હતા.

મતદાન મથક પર જ કેક કાપી
બીજી તરફ જેતપુરનાં નવાગઢમાં એક યુવકે અનોખી રીતે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી. વિનીત ઠુમર નામનો યુવકનો જન્મદિવસ પણ હતો જેને લઈ પોલીગ બુથ ઉપરના કર્મચારીઓએ સાથે કેક કાપી લોકશાહીના મહાપર્વની અનોખી રીતે ઉજવણી કરો હતી.

જય જવાન જય કિસાનના નારા સાથે મતદાન કર્યું
તેમજ અમરેલી-સાવરકુંડલામાં પણ એક ખેડૂત બળદગાડામાં બેસી મત આપવા મતદાન મથકે પહોચ્યા હતા. ત્યારે મહેશ ચોવડીયા સહ પરિવાર સાથે જય જવાન જય કિસાન નારા સાથે મતદાન મથકે મતદાન કર્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Jain society Jetpur farmer savarkundla surat ખેડૂત જેતપુર જૈન સમાજ સાવરકુંડલા સુરત Elaction 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ