બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / GUJARAT CABINET MEETING TODAY

BIG NEWS / ગુજરાતના મંત્રીઓને વિભાગોની ફાળવણી બાદ આજે પહેલી કેબિનેટ મીટિંગ, જાણો કયા નિર્ણયો પર રહેશે નજર

Parth

Last Updated: 10:27 AM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી ગુજરાત સરકારમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

  • આજે રાજ્ય સરકારની મળશે બેઠક
  • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે કરવામાં આવશે ચર્ચા

મંત્રીઓને ખાતું સોંપાયા બાદ પહેલી કેબિનેટ બેઠક 
ગુજરાતમાં નવી સરકારનાં ગઠન બાદથી મુખ્યમંત્રી પટેલ તથા અન્ય કેબિનેટ મંત્રીઓ એક્શનમાં દેખાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીનાં માથે ઓછા સમયમાં વધુ કામ કરી બતાવવાનો પડકાર છે ત્યારે આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમા મોટા નિર્ણય લેવાઈ શકે છે. 

આજે કયા વિષયો પર થશે ચર્ચા 
રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી બાદ પહેલીવાર કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં મંત્રીઓ પાસેથી કામ અંગે રિવ્યુ લેવામાં આવશે. આ સિવાય વરસાદની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. થોડા દિવસ પહેલા જ વરસાદનાં કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે ત્યારે અતિવૃષ્ટિમાં થયેલ નુકસાન અંગે પણ રિપોર્ટ રજૂ કરી સર્વે અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

કયા મોટા નિર્ણય પર રહેશે નજર? 
રાજ્ય સરકારનાં મોટા નિર્ણયોની વાત કરવામાં આવે તો ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવાને લઈને કોઇ મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્તમાનમાં લાગુ નિયમોમાં ફેરફારને લઈને પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

cabinet meeting cm bhupendra patel gujarat new cm ગુજરાત કેબિનેટ મીટિંગ ભૂપેન્દ્ર પટેલ Gujarat Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ