બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક, CMની અધ્યક્ષતામાં ચર્ચાશે હડતાળ સહિતના મુદ્દાઓ
Last Updated: 08:19 AM, 26 March 2025
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, સિંચાઈ માટેના ખેડૂતોને પાણી આપવા બાબતે અને અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત તુવેર અને મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં થયેલા આરોપ અંગે પણ ચર્ચા થઈ શકે છે. મળતી માહિતી મુજબ, ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે પણ પણ ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે થશે ચર્ચા
આજે ગાંધીનગરમાં સવારે 10 વાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કેન્ડલ માર્ચમાં આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી આરોગ્ય વિભાગના ક્લાસ ત્રણના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ તેમની કેટલીક માંગણીઓને લઈને ચોક્કસ મુદતની હડતાળ પર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે બેથી ત્રણ ડિગ્રીનો વધારો, વાંચો પરેશ ગોસ્વામીની ભુક્કાં બોલાવતી આગાહી
આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ સિવાય ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટેના પાણી આપવા અંગે પણ ચર્ચા થશે. તો વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તકેદારી અને રાહતના પગલાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત તુવેર અને મગફળીની ટેકાના ભાવે થયેલી ખરીદીમાં લાગેલા આરોપ અંગે પણ ચર્ચા થઈ શકે છે. વિધાનસભાના સત્રના છેલ્લા 2 દિવસમાં ગૃહમાં રજૂ થનારા વિધેયક અંગે પણ ચર્ચા થશે. વિધાનસભાના સત્રમાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થવાનું છે. કેબિનેટ બેઠકમાં ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઘટના / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.