રાજનીતિ / કોંગ્રેસે જાહેર કરેલા સ્ટિંગ ઓપરેશન મામલે સોમા પટેલે આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- મારૂં નહીં પરંતુ...

Gujarat by elections 2020 bjp congress soma patel statement on video viral

વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ હાલ ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર પ્રહાર કરી જીત મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના 8 ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા. જેના કારણે હાલ પેટા ચૂંટણી આવી છે. કોંગ્રેસ આક્ષેપ લગાવે છે કે ભાજપે રૂપિયા આપી ધારાસભ્યોને ખરીદ્યા છે. જેના જવાબમાં ભાજપ કોંગ્રેસના આરોપ ફગાવે છે. ત્યારે કોંગ્રેસે લિંબડીના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલનું એવું સ્ટિંગ ઓપરેશન વાયરલ કર્યું છે. જેમાં રૂપિયાની લેવડ દેવડની વાત થઈ રહી છે. તો કોંગ્રેસના આ આક્ષેપ પર સોમા પટેલે પ્રતિક્રિયા આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ