પેટાચૂંટણી / ગુજરાતની 8 બેઠકો પર મતદાન પૂર્ણ, 10 નવેમ્બરે પરિણામ, જાણો કેટલું મતદાન નોંધાયું

gujarat by election voting start

ગુજરાતમાં 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. રાજ્યની આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જો કે મતદાનની શરૂઆત થતાં જ કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠી હતી. કોરોનાકાળ દરમિયાન યોજાયેલા મતદાનમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગુજરાત પેટાચૂંટણીમાં કુલ 58.14% મતદાન નોંધાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ