gujarat by election kisan sangh government ultimatum
ગુજરાત /
પેટાચૂંટણી પહેલા કિસાન સંઘની આંદોલનની ચીમકી, જો આ પ્રશ્ન હલ નહીં થાય તો...
Team VTV12:16 PM, 19 Oct 20
| Updated: 12:22 PM, 19 Oct 20
ગુજરાતમાં એક તરફ પેટાચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા વિધાનસભાની પેટાચૂંટણમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ પ્રાદેશિક સરકાર સામે પેટાચૂંટણી પહેલા પક્ષની જ ભગીની સંસ્થા દ્વારા અતિવૃષ્ટિ નુકસાનના વળતર તેમજ એરંડાના ટેકાના ભાવની માગ સાથે અલ્ટીમેટમાં આપવામાં આવ્યું છે.
પેટાચૂંટણી પહેલા કિસાન સંઘનું સરકારને અલ્ટીમેટમ
ભાજપની જ ભગીની સંસ્થા કિસાન સંઘનું અલ્ટીમેટમ
અતિવૃષ્ટિ નુકસાનનું વળતર-એરંડાના ટેકાના ભાવની માગ
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય જંગ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને પક્ષ દ્વારા વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહે કરી દીધા છે.
જો આ બધા વચ્ચે રાજ્ય સરકારને પોતા જ પક્ષ (ભાજપ)ની ભગીની સંસ્થા કિસાન સંઘનું અલ્ટીમેટ મમળ્યું છે. જમાં અતિવૃષ્ઠિ નુકસાનનું વળતર તેમજ એરંડાના ટેકાનાભાવની માગ કરી છે. કિસા સંઘ દ્વારા એરંડાના ટેકાના ભાવ જાહેર કરવા સહીતની માગ કરવામાં આવી છે.
ભાજપની જ ભીગીની સંસ્થા કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને દશેરા સુધીનું અલ્ટીમેટમ અપાયું છે. કૃષિ યુનિવર્સિટીઓને ખાનગી હસ્તગત કરવાની હિલચાલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રશ્ન હલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી છે.