એકશન / કોંગ્રેસ હાઈ કમાન્ડ હાર્દિક પટેલને લઈને લઈ શકે છે મોટો નિર્ણય, આ નેતાઓ પર પણ લટકતી તલવાર

Gujarat by election congress hardik patel

ગુજરાતમાં હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં હાર પછી પ્રદેશ કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. એકતરફ હાઇકમાન્ડે પરાજયને લઇને રિપોર્ટ માંગતા હડકંપ જોવા મળી રહ્યો છે. રાજ્યના પ્રબારી રાજીવ સાતને હાઇકમાન્ડે ઠપકો આપ્યાં હોવાની સૂત્રોને માહિતી મળી છે. ત્યારે VTV News પાસે એક્સક્લુઝીવ મળેલી માહિતી મુજબ દિવાળી પછી પ્રદેશ કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થશે. હાર્દિક પટેલ સહિત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પદ જોખમમાં હોવાનું ચર્ચાએ જોર પક્ડયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ