બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Budget session in Gujarat assembly

બજેટ / જાણો, રૂપાણી સરકારના બજેટમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતને શું મળ્યું

Kavan

Last Updated: 12:14 AM, 27 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે જાણો આ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતને શું મળ્યું તે ખરેખર જાણવા જેવું છે.

મધ્ય ગુજરાત 

  • સરખેજ-ગાંધીનગર હાઈવેને રૂ.867 કરોડના ખર્ચે સિક્સલેન કરવાની કામગીરી 
  • પાટનગર ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણ થાય તે માટે રૂ.240 કરોડની યોજનાનું આયોજન 
  • સાબરમતી નદી પર 2200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલા હિરપુરા અને વિલાસણા બેરેજ માટે રૂ.60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પીયજથી ધરોઇ, ધાધૂંસણથી રેડ લક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર યોજનાના કામો પૂર્ણ થવા આવ્યા છે. જેના માટે રૂ.55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • મેડિકલ કોલેજ, સોલા અમદાવાદ ખાતે બેચલર ઇન ઓડીયોલોજી સ્પીચ એન્ડ લેગ્વજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઈમ્પ્લાન્ટ સેન્ટરો કાર્યાન્વિત કરવા રૂ.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે

ઉત્તર ગુજરાત 

  • હેરીટેજ શહેરની ઓળખાણ ધરાવતા વડનગરનો રાજ્ય તથા ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ.2૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. 
  • બોર્ડર ટુરિઝમના વિકાસ અંતર્ગત નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ.35 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 
  • સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓના વિકાસ કરવા માટે રૂ.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 
  • થરાદ-ધાનેરા-પાથાવાડનો માર્ગ રૂ.464 કરોડના ખર્ચે પેલ્ડ સોલ્ડર સહિત દ્વિમાર્ગીય કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ 

સૌરાષ્ટ્ર-કચ્છ 

  • જૂનાગઢના ઉપરકોટ, કચ્છના ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવા માટે રૂ.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ-વે ની કામગીરી PPPના ધોરણે વિકસાવવા માટે રૂ.130 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે
  • વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા માટે રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવી. 
  • ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.5 કરોડની જોગવાઈ
  • કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન કરવામાં આવશે છે. આ યોજનાથી 57,850 હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. જેના માટે રૂ.100 કરોડની ખાસ જોગવાઇ કરવામાં આવી છે.
  • સૌરાષ્ટ્ર માટે નાવડા, બોટાદ, ગઢડા માટે 1400 કરોડના કામ થશે. રી યૂઝ વોટર માટે 100 કરોડની જોગવાઇ કરાઇ છે. 

દક્ષિણ ગુજરાત 

  • રાજ્યમાં 3 નવી મેડિકલ કોલેજો બનશે. નવસારી, રાજપીપળા, પોરબંદરમાં મેડિકલ કોલેજ બનશે. કોલેજોના નિર્માણ માટે 125 કરોડની જોગવાઇ કરાઇ છે. SSG  હોસ્પિટલમાં નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે.
  • કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.23 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.5 કરોડ ઉમેરીને આ સ્થળોને વધુ સારી વિકાસાવવામાં આવશે.
  • નવસારીના ગણદેવી તાલુકાની વાઘરેજ રીચાર્જ યોજના માટે રૂ.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat budget 2020 budget 2020 budget session ગુજરાત બજેટ 2020 ગુજરાત વિધાનસભા Gujarat budget 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ