ગુજરાત બજેટ 2023 /
શિક્ષણ માટે કુલ 43 હજાર 651 કરોડની ફાળવણી, જ્ઞાનસેતુ સ્કૂલ્સ અને સૈનિક શાળાઓ માટે મોટી જાહેરાત
Team VTV11:46 AM, 24 Feb 23
| Updated: 12:18 PM, 24 Feb 23
ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
ગુજરાતનું બજેટ 2023-24 જાહેર
શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ
પ્રાથમિક શાળાથી યુનિવર્સિટી લેવલ સુધી નાણાકીય ફાળવણી
ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
પ્રાથમિક અને માધ્યમિક વિભાગ
• ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ૨૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઈ.
• મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઇ.
• પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ ૬૪ કરોડની જોગવાઈ.
• સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ.
• અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે ૮૭ કરોડની જોગવાઈ.
• ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઈ.
• ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા રૂ. ૪૦૧ કરોડની જોગવાઇ.
• ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે રૂ. ૧૬૯ કરોડની જોગવાઈ.
• યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ- અપ અને નોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ- ક્રિટ પહોંચાડવા ઇનોવેશન હબ (1-lub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સાર માટે ૨૦૦ કરોડની જોગવાઇ
• ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoES)ની સ્થાપના માટે રૂ. ૪૦ કરોડની જોગવાઈ.
• ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા રૂ. ૩૫ કરોડની જોગવાઈ.
• સાયબર-ક્રાઈમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર- સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે ૨૬ કરોડની જોગવાઈ
• STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન રૂ. પ કરોડની જોગવાઈ