બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2025-26 / Secretariat / પોષણને અગ્રિમતા આપતી યોજનાઓ માટે રૂ. 8200 કરોડની ફાળવણી, બજેટમાં સરકારનું મોટું એલાન
Last Updated: 01:34 PM, 20 February 2025
ગુજરાતમાં પંદરમાં વિધાનસભાનું છઠ્ઠું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે બજેટમાં ખાસ જાહેરોતો થઈ રહી છે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપી છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹1 લાખ 20 હજારની સહાયમાં મકાનદીઠ ₹50 હજારના માતબર વધારા સાથે ₹1 લાખ 70 હજાર કરવાની જાહેરાત કરી છે
ADVERTISEMENT
'75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પુરૂ પાડ્યું'
ADVERTISEMENT
કનુભાઇ દેસાઇ કહ્યું કે, “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે'. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે' પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે 21% ના વધારા સાથેની અંદાજીત ₹8200 કરોડની જોગવાઇની વાત પણ કનુ દેસાઈએ કરી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે 8200 કરોડની ફાળવણી#GujaratBudget #GujaratBudget2025 #Budget #Budget2025 #Gujarat #budgetsession #gujaratbudgetsession #budgetsession2025 #Kanudesai #gandhinagar #gandhinagarnews #Gujaratcm #gujaratinews #vtvgujarati pic.twitter.com/ob8GCpknRt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 20, 2025
“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”
“પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ બજેટમાં કરી છે. પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹551 કરોડની જોગવાઇ પણ કરાઈ છે. બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹૨૭૪ કરોડની જોગવાઇ બજેટમાં કરાઈ છે.
ગુજરાત બજેટ 2025: ઘરના ઘરની સહાય વધી, 1.20 લાખના બદલે 1.70 લાખ કરવામાં આવી#GujaratBudget #GujaratBudget2025 #Budget #Budget2025 #Gujarat #budgetsession #gujaratbudgetsession #budgetsession2025 #Kanudesai #gandhinagar #gandhinagarnews #Gujaratcm #gujaratinews #vtvgujarati pic.twitter.com/43Po3Yjc6k
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 20, 2025
આ પણ વાંચો: ગુજરાત બજેટ LIVE: ઘરના ઘરની સહાયમાં વધારો, તો ITI અપગ્રેડેશન માટે 450 કરોડની ફાળવણી, જુઓ જાહેરાતો
“મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ₹200 કરોડની જોગવાઈ
કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરતા કહ્યું કે, આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના 150મા વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5% ના વધારા સાથે ₹1100 કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે. શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ₹200 કરોડની જોગવાઇ કરાઈ છે. “સંત સુરદાસ યોજના” હેઠળ 80% ને બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹12 હજારની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.