બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2025-26 / Secretariat / 2025-26નું ગુજરાત બજેટ એટલે રૂ. 1007 કરોડનું પુરાંતવાળું બજેટ, ગત વર્ષની સરખામણીએ થયો આટલાં કરોડનો વધારો
Last Updated: 03:56 PM, 20 February 2025
ગુજરાતમાં પંદરમી વિધાનસભાનું છઠ્ઠું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે બજેટમાં ખાસ જાહેરોતો કરવામાં આવી છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ વર્ષ 2023-24ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની વાત કરી હતી. સાથો સાથ ચોખ્ખી વેલડ-દેવડના કારણે 2103 કરોડની પુરાત રહેશ તેવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 2023-24 માટેના હિસાબમાં ચોખ્ખી લેવડ દેવડમના કારણે રૂપિયા 536 કરોડની પુરાંત દર્શાવે છે તેમ જણાવ્યુ હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
2023-24માં રૂપિયા 536 કરોડની પુરાંત
એકત્રિત ફંડમાં મહેસુલી આવક, મહેસુલી ખર્ચ તેમજ મહેસુલી હિસાબ પર પુરાંત તેમજ મૂડીની આવક અને લોન અને પેળગીઓ વેગેરે સહિતની મૂડી ખર્ચ તેમજ તફાવત સાથો આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2023-21ના સુધારેલા અંદાજમાં 2103 કરોડની ચોખ્ખી લેવડ-દેવડનો સરવાળો સામે આવ્યો છે જ્યારે 2023-24માં હિસાબમાં 536 કરોડનો આંકડો છે.
344 કરોડની પુરાંત રહેવાની ધારણાં
આપને જણાવીએ કે, બજેટમાં કોપીમાં જણાવ્યું છે કે, વર્ષ 2024-25ના અંદાજમાં ખોખ્ખી લેવડ-દેવડના કારણે રૂપિયા 900 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. જ્યારે 2024-25ના અંતમાં ચોખ્ખી લેવડ-દેવડના કારણે સુધારેલ અંદાજમાં રૂપિયા 344 કરોડની પુરાંત રહેવાની ધારણાં છે.
આ પણ વાંચો: ગુજરાત બજેટ: ઘરના ઘરની સહાયમાં વધારો, તો ITI અપગ્રેડેશન માટે 450 કરોડની ફાળવણી, જુઓ જાહેરાતો
2025-26માં રૂપિયા 1007 કરોડની પુરાંત રહેશે !
વર્ષ 2025-26ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત રૂપિયા 19695 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 2025-26ના અંદાજ રૂપિયા 1007 કરોડની એકંદરે પુરાંત દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.