બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat Budget 2023-24: travel tourism budget , statue of unity, ambaji dhoraji dem all covered

ગુજરાત બજેટ 2023-24 / સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં બનશે ડ્રાઈવ ઈન સફારી, શિવરાજપુર-અંબાજીને લઈને પણ મોટું એલાન

Vaidehi

Last Updated: 01:23 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત બજેટ 2023માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી-એકતા નગરમાં ડ્રાઈવ ઈન સફારી બનાવવા અને મ્યુઝિયમ માટે બજેટમાં રૂ.565 કરોડની ફાળવણી કરી છે. પ્રવાસનના વિકાસને વેગવંતી બનાવવા માટે રૂ.૨૦૭૭ કરોડની જોગવાઇ.

  • પ્રવાસના વિકાસ માટે રૂ.૨૦૭૭ કરોડની જોગવાઈ
  • અંબાજી-ધરોઇ ડેમના વિકાસ માટે રૂ.300 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યૂ ઑફ યુનિટી-એકતાનગર વિકાસ માટે રૂ.565 કરોડ ફાળવણી 

ગુજરાત બજેટ 2023માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી-એકતા નગરમાં ડ્રાઈવ ઈન સફારી બનાવવા અને મ્યુઝિયમ માટે  બજેટમાં રૂ.565 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ પ્રભાગના બજેટ ૩૪૬% નો વધારો કરવાની હું જાહેરાત કરું છું.

પ્રવાસન, ચાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન

•પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે રૂ.૨૦૭૭ કરોડની જોગવાઇ

• આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે રૂ. ૭૦૬ કરોડની જોગવાઇ.

• ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ. ૬૪૦ કરોડની જોગવાઇ.
• એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે રૂ. ૨૧૫ કરોડની જોગવાઈ.

• અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ.

• હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે રૂ. ૩૩ કરોડની જોગવાઇ.

• શિવરાજપુર બીચ, નડાબેટ, ધોળાવીરા,કડાણા ડેમ, ધરોઇમાં બનાવાશે ટેન્ટ સિટી, રૂ.20 કરોડની જોહવાઈ 

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર

• એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે રૂ. ૫૬૫ કરોડની જોગવાઇ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પીન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat budget 2023 statue of unity travel tourism budet ગુજરાત બજેટ 2023-24 પ્રવાસન વિભાગ સ્ટેટ્યુ ઓફ યુનિટી Gujarat Budget 2023-24
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ