Gujarat budget 2023-24: cng png tax and rate in budget
ગુજરાત બજેટ 2023-24 /
ગુજરાતમાં લાગૂ કરવેરા-વેટમાં કોઈ વધારો-ઘટાડો નહીં, ગરીબ-મીડલ ક્લાસને રાહત
Team VTV12:48 PM, 24 Feb 23
| Updated: 01:48 PM, 24 Feb 23
આજે ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3.1 લાખ રૂપિયાનું બજેટ રજૂ કર્યું જેમાં નાગરિકો માટે કરવેરામાં કોઈ જ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.
ગુજરાત 3.1 લાખ રૂપિયાનું બજેટ રજૂ
કરવેરામાં કોઈ જ પ્રકારનો વધારો કે ઘટાડો નહીં
CNG-PNGનાં વેટમાં પણ કોઈ ફેરફાર નહીં
ભૂતકાળમાં PNG-CNGમાં 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરવામાં આવ્યો હતો. બજેટ સત્ર દરમિયાન કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે જૂના વેટ યથાવત રહેશે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનોની સહાય માટે 615 કરોડ, ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા સહાય માટે 400 કરોડ ફળવાયા છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 250 કરોડ, પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે 203 કરોડ, એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 200 કરોડ, ખાતેદાર ખેડૂતોના આકસ્મિત મૃત્યુ, કાયમી અપંગતાના વિમા માટે 125 કરોડ, સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઈ, ખેડૂતોને મિલેટ વાવેતર પ્રોત્સાહન માટે 35 કરોડ ફળવાયા છે. આ સાથે જ ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન માટે 10 કરોડન ફાળવવામાં આવ્યા છે. ટ્રેનિંગ ફોર એગ્રીક્લચરલ લર્નિગ એન્ડ ઈન્ટીગ્રેશન મિશન માટે 2 કરોડ, શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સિલેન્સ માટે 2 કરોડ, બાગાયતમાં ફળપાક વધારવા માટે 65 કરોડ, બાગાયતી પાકોમાં માળખાકીય સુવિધા માટે 40 કરોડ, નારિયેળીની ખેતીને પ્રોત્સાહન માટે 6 કરોડ, મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ સહાય માટે 5 કરોડ અને શહેરમાં માળી કામ રોજગારી તાલિમ માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈ. રાજ્યમાં 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે. સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ ખર્ચ કરવામાં આવશે. RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12ના અભ્યાસ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.