બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Budget 2022: The first day of the budget session of the Gujarat Legislative Assembly

Gujarat Budget 2022 / ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ કેવો રહ્યો? સરકારે કહ્યું બજેટ સારું હશે, કોંગ્રેસે દેખાવો કર્યા

Vishnu

Last Updated: 12:05 AM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ અને 14માં વિધાનસભાનું છેલ્લું બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા  ગુરુવાર 3 માર્ચે રજૂ કરવામાં આવશે

  • આજ બુધવારથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત
  • પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં થઈ ચર્ચા
  • કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે

આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થઇ છે. પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં ચર્ચા થઇ હતી. બીજા દિવસે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. આ ચાર દિવસ બજેટ મુદ્દે ચર્ચા થશે. કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે. આ બજેટ સત્રમાં બે કૃષિ અને મહેસૂલ વિભાગના સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. તેમજ સરકારી બીલ ઉપર 4 દિવસ ગૃહમાં ચર્ચા થશે. 

બજેટસત્રની શરૂઆત
આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ   અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે   વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે. આ બજેટને લઇને નાણામંત્રી કનુ દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ હતું. આવનારું બજેટ નાગરિકોને રાહત આપનારુ રહેશે. આ બજેટ મહિલાઓ, માછીમારો માટે સારુ રહેશે. જયારે ખેડૂતો, નોકરિયાત વર્ગ, યુવાનોને સારા સમાચાર આપનારું રહેશે. આ બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરાશે. 

આક્રમક મૂડમાં કોંગ્રેસ
જયારે આ બજેટને લઇને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે. તો સરકારને ઘેરવાની રણનીતિ અંગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. વિધાનસભા સત્ર અંગે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રાણ પ્રશ્નો, વિકટ સ્થિતિ અંગે સત્રમાં ચર્ચા કરીશું. ભાજપ વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરાવવાથી ડરે છે. લોકશાહીના મંદિરમાં ધારાસભ્યોનો અવાજ દબાઇ રહ્યો છે. ભાજપના ધારાસભ્યો માત્ર ચિઠ્ઠીમાં લખી આપવામાં આવે એટલું જ બોલે છે. 

ગુજરાતના બજેટ વિશે જાણી અજાણી વાતો
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી.  મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Legislative Assembly budget session gujarat budget 2022 ગુજરાત બજેટ 2022 ગુજરાત વિધાનસભા નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ સત્ર gujarat budget 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ