બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget / અમદાવાદના સમાચાર / gujarat budget 2022 live updates announcements for farmers
Mayur
Last Updated: 08:08 PM, 3 March 2022
નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું
ADVERTISEMENT
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 12240 કરોડ રૂપિયાની જોગવાઈ
બાલ અમૃત પોષણ યોજના અંતર્ગત 20 કરોડની જોગવાઇ
અમદાવાદ, ડીસા વાપીમાં હોસ્પિટલોની સુવિધાઓ વધારવા માટે જોગવાઈ
રાજકોટમાં PDU હોસ્પિટલ માટે 12 કરોડની જોગવાઈ
ADVERTISEMENT
મહિલા અને બાળવીકાસ માટે 4976 કરોડની જાહેરાત
ઉદ્યોગ અને રોજગારી માટે મહત્વની જાહેરાતો
મોરબીમાં રોજગારી ઊભી કરવા માટે 400 કરોડની જોગવાઈ
ઔધોગિક પાણીના નિકાલ માટે પાઇપલાઇન માટે 480 કરોડની જોગવાઈ
સિવિક સેન્ટર ઉભા કરવા માટે 12 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
શિક્ષણ માટે 34884 કરોડની જાહેરાત
પાણી પુરવઠા અને સિંચાઇ માટે મોટી જહેરાત
ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વની જાહેરાતો
ક્લાઇમેટ ચેન્જ અને વનજીવન માટે શું?
ગુડ ગવર્નન્સમાં ગુજરાત સરકારનો પ્રથમ નંબર
માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ
આ સિવાય રાજ્યમાં 50 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના અને દૂધ સંજીવની યોજના લાભ આપવા 1068 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
11 લાખ ગંગાસ્વરૂપા બહેનોને સહાય માટે 917 કરોડ રૂપિયાની જોગવાઈ
મહાશબરી સ્મૃતિ યાત્રા માટે 31 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
પડકારો અમને હંફાવી ન શક્યા: નાણા મંત્રી કનુભાઈ દેસાઇ
ગુજરાત બજેટ 2022 રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઇએ કહ્યું કે, પડકારો અમને હંફાવી ન શક્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થા બની છે, દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે
ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દર વર્ષે 20 હજાર કરોડની સહાય લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે: નાણામંત્રી દેસાઇ
2 માર્ચથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થઇ છે. પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં ચર્ચા થઇ હતી. આજે ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. આ ચાર દિવસ બજેટ મુદ્દે ચર્ચા થશે. કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે. આ બજેટ સત્રમાં બે કૃષિ અને મહેસૂલ વિભાગના સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. તેમજ સરકારી બીલ ઉપર 4 દિવસ ગૃહમાં ચર્ચા થશે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે.
ગુજરાતના બજેટ વિશે જાણી અજાણી વાતો
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.
બજેટ સત્રનો પ્રથમ દિવસ કેવો રહ્યો હતો?
બુધવારે બજેટને લઇને નાણામંત્રી કનુ દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ હતું. આવનારું બજેટ નાગરિકોને રાહત આપનારુ રહેશે. આ બજેટ મહિલાઓ, માછીમારો માટે સારુ રહેશે. જયારે ખેડૂતો, નોકરિયાત વર્ગ, યુવાનોને સારા સમાચાર આપનારું રહેશે. આ બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરાશે. જયારે આ બજેટને લઇને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે. તો સરકારને ઘેરવાની રણનીતિ અંગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. વિધાનસભા સત્ર અંગે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રાણ પ્રશ્નો, વિકટ સ્થિતિ અંગે સત્રમાં ચર્ચા કરીશું. ભાજપ વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરાવવાથી ડરે છે. લોકશાહીના મંદિરમાં ધારાસભ્યોનો અવાજ દબાઇ રહ્યો છે. ભાજપના ધારાસભ્યો માત્ર ચિઠ્ઠીમાં લખી આપવામાં આવે એટલું જ બોલે છે. તો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં દેખાવો કર્યા હતાં. અને ખેડાવાલાએ જણાવ્યુ હતું કે અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઇલ યુનિટો બંધ પડ્યા છે. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા છે. GPCB અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ છે. આ બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. તો કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે. તેમજ રાજ્યપાલના અભિભાષણ દરમિયાન જ હોબાળો કર્યો હતો.
વિધાનસભા ચૂંટણી અગાઉ આજે મહત્વનો દિવસ
ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.