બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat budget 2022 CM Bhupendra Patel Kanu Desai Congress

બજેટ 2022 / CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- પ્રજાલક્ષી બજેટ રહેશે, વિપક્ષ નેતાએ કહ્યું- ભાજપનું છેલ્લું બજેટ હશે

Hiren

Last Updated: 12:36 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રજૂ થશે ગુજરાત સરકારનું પ્રથમ બજેટ રજૂ કરાશે. રાજ્ય સરકારનું સામાન્ય બજેટ નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે.

  • ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે પ્રથમ બજેટ
  • રોજગારી માટે નવા કોર્ષ વિચારવામાં આવી :કનુ દેસાઈ
  • ભાજપનું આ છેલ્લું બજેટ હશેઃ વિપક્ષ નેતા

ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ ચૂંટણીલક્ષી બજેટ રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તો બજેટમાં નવા વેરાની કોઇ શક્યતા નથી. અનેક યોજનાઓ, રોજગાર વધારવા તેમજ શહેર અને ગામડા માટે વિકાસલક્ષી જાહેરાત થઇ શકે છે. બજેટમાં મકાન ખરીદી, રજીસ્ટ્રેશન ફીમાં રાહત, ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. ત્યારે હવે બજેટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પહોંચ્યા છે.

પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ રહેશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રથમ બજેટને લઇ CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ રહેશે. લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે.

બજેટમાં તમામ લોકોની સુખાકારીને ધ્યાને લેવાશેઃ કનુ દેસાઇ

કનુ દેસાઈએ કહ્યું કે, બજેટ નાગરિકોને રાહત આપનારુ રહેશે. બજેટ મહિલાઓ,માછીમારો માટે સારુ રહેશે. ખેડૂતો, નોકરિયાત વર્ગ,યુવાનોને સારા સમાચાર આપનારું રહેશે. બજેટ દર વર્ષની જેમ વધારા સાથેનું હશે. બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરાશે.

ગામડાઓ માટે પણ બજેટ લાભદાયક બની રહેશેઃ જીતુ વાઘાણી

બજેટને લઇને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ છે. જનતાના હિતમાં અમે કામગીરી કરી રહ્યા છીએ. ગામડાઓ માટે પણ બજેટ લાભદાયક બની રહેશે.

ભાજપનું આ છેલ્લું બજેટ હશેઃ વિપક્ષ નેતા

બજેટને લઇને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે, ભાજપનું આ છેલ્લું બજેટ હશે. તમામ વર્ગ માટે સુખાકારીવાળું બજેટ હોય તેવી અપેક્ષા છે. વર્ષ 2023માં કોંગ્રેસ બજેટ રજૂ કરશે. ચૂંટણી પહેલાનું બજેટ હોવાથી વાયદાઓની વર્ષા થશે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP gandhinagar gujarat budget 2022 બજેટ gujarat budget 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ