કોરોનાની મહામારી બાદ આ વખતનું બજેટ કંઈક નાવિન્ય સભર હશે. ત્યારે માર્ચમાં ગુજરાતમાં બજેટસત્ર છે.
1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર
24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે
અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા થશે
કોરનાની મહામારી બાદનું બજેટ
કોરોનાની મહામારી બાદનું બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે દરેકને એવું થાય કે, એવુ્ં તો શું હશે બજેટમાં?
3 દિવસ ચર્ચા કરવામાં આવશે
પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધન કરશે અને પૂર્વ CM માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અપાશે. પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ પણ પસાર થશે. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ ચર્ચા કરવામાં આવશે.
બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ
1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. માર્ચ 2 અથવા 3ના દિવસે અંદાજપત્ર રજૂ કરાશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે 5 દિવસ ફાળવાશે. અંદાજપત્રની માંગણીઓ પરની 12 દિવસ ચર્ચા થશે. લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ થશે. બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ થશે.