બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Board's Std-10 result has been declared, check it like this

પરિણામ / ધોરણ 10 નાં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર,રાજ્યભરમાં 65.18% પરિણામ

ParthB

Last Updated: 09:05 AM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ  gseb.org પર પરીક્ષાનુ પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • ધોરણ 10ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
  • વેબસાઈટ GSEB.ORG પર પરિણામ કરાયું જાહેર
  • વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ gseb.org પર પરીક્ષાનુ પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ 10ના 9.70 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર, વિદ્યાર્થીઓ GSEB.ORG વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

આ વખતે સમગ્ર રાજ્યમાં ધોરણ-10નું 65.18% પરિણામ

ચાલુ વર્ષે 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે gseb.org પર પરિણામ મૂકાયું છે.જેમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.

જિલ્લા વાર પરિણામ

અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ
ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ
જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ
વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ
રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ
જામનગર જિલ્લાનું 69.68% પરિણામ
સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ
પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ
રાજ્યમાં 100% પરિણામ ધરાવતી 292 શાળા
સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ
બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ
ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ
અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા
જ્યારે અન્ય ભાષાનું 80.30 ટકા પરિણામ
121 સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ
30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1,007 શાળાઓ


જાણો કેટલાં વિદ્યાર્થીઓને કેટલાં પર્સન્ટાઈલ રેન્ક?

7521 વિદ્યાર્થીઓને 99 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
15043 વિદ્યાર્થીઓને 98 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
23346 વિદ્યાર્થીઓને 97 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
31300 વિદ્યાર્થીઓને 96 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
38497 વિદ્યાર્થીઓને 95 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક

શનિવારે જાહેર થઈ ચૂક્યું છે ધોરણ 12નું પરિણામ

શનિવારે ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર થયુ હતું જેમાં ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41 ટકા પરિણામ અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ જાહેર થયુંહતું.કુલ 1 હજાર 64 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું.નિયમિત વિદ્યાર્થીઓનું 84.67 ટકા પરિણામ, નિયમિત વિદ્યાર્થિનીઓનું 89.23 ટકા પરિણામ જાહેર થયુ હતું.વ્યવસાયલક્ષી પ્રવાહનું 82.07 ટકા પરિણામ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું 88.61 ટકા પરિણામ જાહેર થયુ હતું.

આ પરિણામમાં સામાન્ય પ્રવાહમાં 2 હજાર 92 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 25 હજાર 215 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 62 હજાર 734 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. 3 હજાર 610 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા હતા..7 હજાર 112 વિદ્યાર્થીઓને 98થી વધુ, 14 હજાર 337 વિદ્યાર્થીઓને 96થી વધુ અને 21 હજાર 251 વિદ્યાર્થીઓએ 94થી વધુ પર્સન્ટાઈલ મેળવ્યા હતા...આ સાથે જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાનું 81.92 ટકા,ગાંધીનગર જિલ્લાનું 87.84 ટકા જામનગર જિલ્લાનું 89.39 ટકા ,જૂનાગઢ જિલ્લાનું 86.50 ટકા ,રાજકોટ જિલ્લાનું 88.72 ટકા,વડોદરા જિલ્લાનું 76.49 ટકા,સુરત જિલ્લાનું 87.52 ટકા અને ભાવનગર જિલ્લામાં 93.09 ટકા પરિણામ જાહેર થયુહતું.

સંકળાયેલા મુદ્દાઓ

10th Result 2022 GSEB GSEB Board Exam result gseb org ગુજરાત બોર્ડ જીએસઈબી પરિણામ bord result
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ