બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / gujarat board to conduct a exam to know the learning loss of students
Parth
Last Updated: 09:22 AM, 2 July 2021
ADVERTISEMENT
રાજ્ય શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટ સામે લડી રહ્યો છે. મહામારીના કારણે શિક્ષણ ક્ષેત્રને પણ મોટો ફટકો પડ્યો છે જ્યાં કેટલાય મહિનાઓથી શાળાઓ બંધ છે અને સાથે સાથે બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવાની નોબત આવી છે. જોકે ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે નવા સત્ર પહેલા ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પાછલા ધોરણના લર્નિગ લોસ જાણવા લેવાશે પરીક્ષા
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. ધોરણ 10નું તો પરિણામ પણ આપી દેવામાં આવ્યું છે જેમાં બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. જોકે હવે હવે જે નવું સત્ર શરૂ થશે તે પહેલા પાછલા ધોરણના લર્નિંગ લૉસ વિષે જાણવા તેમની પરીક્ષા યોજવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
બોર્ડ દ્વારા નિદાન કસોટીના પ્રશ્નપત્રો અપાશે
નોંધનીય છે કે કોરોનાકાળમાં કેટલું લર્નિંગ લોસ થયું છે તે જાણવા માટેની આ પરીક્ષા હશે. આગામી 10થી 12 જુલાઇ દરમિયાન આ નિદાન કસોટી લેવામાં આવશે જેમાં ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. ધો.9-10માં ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે જ્યારે ધો.12 સાયન્સમાં ફિઝિક્સ,કેમેસ્ટ્રી,ગણિત, બાયોલોજી તથા ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો,વાણિજ્ય, આંકડાશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે. નોંધનીય છે કે આ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડ તૈયાર કરીને આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.