બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat board exam standard 10 and 12 student paper checking

ગાંધીનગર / કોરોનાના પગલે લોકડાઉન વચ્ચે આજથી ધોરણ 10-12ની પરીક્ષાના મુલ્યાંકનનો પ્રારંભ

Divyesh

Last Updated: 08:50 AM, 17 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો છે. જેમાં આજથી નક્કી કરાયેલા શિક્ષકોનું ચેકિંગ કરી પેપર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

  • આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું મૂલ્યાંકન શરૂ થશે
  • શિક્ષકોને થર્મલ ગનથી ચેક કરી પેપર તપાસવા જવા દેવાશે
  • મેડિકલ સુવિધા સાથે કેન્દ્રો પર પેપર ચેક થશે

રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરોનું ચેકિંગ આજથી શરૂ કરવામાં આવશે. જેને લઇને શિક્ષકોને થર્મલ ગનથી ચેકીંગ કરી પેપર તપાસવા જવા દેવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા ધોરણ-10 અને 12ના પેપર ચેકિંગ કેન્દ્રો પર મેડિકલ સુવિધાનું આયોજન પણ કરેલ છે. 

આમ સરકાર દ્વારા નક્કી કરાયેલા વિવિધ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ચેકિંગ કરવા આવનારા શિક્ષકોનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ હાલ રાજ્યમાં કોરોના વાયરસના પગલે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે અહેવાલ સામે આવ્યાં હતા જેમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરીણામમાં વિલંબ થઇ શકે છે. થોડા સમય પહેલા લોકડાઉનના પગલે ઉત્તરવહી તપાસવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. જો આ પ્રક્રિયા 14 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાથી હાલ હવે તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Board Exam Paper gandhinagar gujarat ગાંધીનગર ચેકિંગ પેપર બોર્ડ GSEB Board Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ