Gujarat bjp territory organization rupani government
રાજનીતિ /
ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન થશે ધરખમ ફેરફાર! પ્રદેશ પ્રમુખનો નવો ચહેરો આવી શકે છે સામે
Team VTV08:26 PM, 14 Nov 19
| Updated: 08:31 PM, 14 Nov 19
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં 3 બેઠકોની હારનું મોટું કારણ ભાજપના નેતાઓની અંગત રાજનીતિ માનવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રૂપાણી સરકારના નેતાઓ વચ્ચે આંતર ક્લેશ ટાળવામાં નિષ્ફળ રહી છે. તેવામાં હવે ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે.
કેટલાક જિલ્લા તેમજ શહેર પ્રમુખ તરીકે પણ નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા
અમદાવાદ શહેર પ્રમુખના નામ પણ ચર્ચામાં
ગુજરાત પ્રદેશ પ્રમુખનો નવો ચહેરો સામે આવી શકે છે. ડિસેમ્બર મહિનામાં જીતુ વાઘાણીનો સમયકાળ પૂર્ણ થતા નવા પ્રમુખ પર મહોર લાગી શકે છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, શંકર ચૌધરી, ગોરધન ઝડફિયા, રજની પટેલ અને ભાર્ગવ ભટ્ટનું નામ ચર્ચામાં છે.
જો પ્રમુખ બદલાશે તો કેબિનેટમાં પણ ફેરફાર થશે. જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જ્યારે કેટલાક જિલ્લા તેમજ શહેર પ્રમુખ તરીકે પણ નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખની સાથે અમદાવાદ શહેર પ્રમુખના નામ પણ ચર્ચામાં છે. અમદાવાદ શહેર પ્રમુખ માટે હર્ષદ પટેલનું નામ આગળ છે.
મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ પણ પ્રદેશ સંગઠન મુદ્દે ચર્ચા થઇ હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે ત્યારે હવે તેના પર નિર્ણય થઇ શકે છે. જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ તરીકે બીજી ટર્મમાં તક અપાશે કે તેમને કેબિનેટમાં સ્થાન મળશે? જીતુ વાઘાણીનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ ચૂક્યો છે. પ્રદેશ સંગઠનમાં નવી નિયુક્તીઓ મુદ્દે પણ ચર્ચા શકે છે.
ગુજરાત સરકારે આજે ચેક પોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સાથે સાથે RTOની કામગીરી માટે પણ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવેથી લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહીં થવું પડે અને ITI અને...