Gujarat BJP state president CR Patil statement in surat
સુરત /
પાલિકાની ચૂંટણીમાં ટિકિટ મુદ્દે સી.આર પાટીલે રમૂજ-રમૂજમાં કાર્યકરોને આપી દીધુ આ સૂચક
Team VTV11:57 PM, 22 Jan 21
| Updated: 11:59 PM, 22 Jan 21
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ટિકિટ વહેંચણી અંગે સૂચક નિવેદન કર્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સી.આર.પાટિલનું સૂચક નિવેદન
ટિકિટની રાહ જોનારા માટે સી.આર.પાટિલનું નિવેદન
55 વર્ષથી મોટી ઉંમરના લોકો ટિકિટ માગતા જ નહીં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ટિકિટ વહેંચણી અંગે સૂચક નિવેદન કર્યું છે. જે લોકો ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડવા ઈચ્છુક છે. તેવા કાર્યકરો માટે સી.આર પાટીલનું આ સૂચક નિવેદન છે. સુરતના એક કાર્યક્રમમાં સી.આર પાટીલે ટિકિટની વહેચણીમાં નવી પદ્ધતિ દાખલ કરી શકે તેવુ લાગી રહ્યું છે.
જાહેર કાર્યક્રમમાં રમૂજ ભાષામાં કહ્યું કે, 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ ટિકિટની માગણી કરવી નહીં. જોવામાં આવે તો, સી.આર પાટીલે રમૂજ ભાષામાં આ વાત કહી છે. પરંતુ ચૂંટણીની ટિકિટ માટે રાહ જોતા કાર્યકરો માટે આ આડકતરો સંદેશો હોઈ તેવું પણ લાગી રહ્યું છે.