બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસાવદરમાં હાર બાદ ગોપાલ ઈટાલિયા પર ભડક્યું ભાજપ, લગાવ્યા હળહળતા આક્ષેપ, જણાવ્યું ક્યાં ચૂક થઈ
Nidhi Panchal
Last Updated: 01:09 PM, 25 June 2025
વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે. આ જીતથી આમ આદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગોપાલ ઇટાલિયાની જીતની કડીમા ભવ્ય ઉજવણી થઇ રહી છે. લોકોએ ઢોલનગારા વગાડી અને ફટાકડા ફોડીને ગોપાલ ઇટાલિયાની જીતને વધાવી લીધી છે. ત્યારે પેટા ચૂંટણીના પરિણામોની વચ્ચે ભાજપે પોતાની હાર બાબતે ખુલ્લી પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે એ જણાવ્યું કે પાર્ટી હંમેશાં લોકશાહી સિદ્ધાંતોમાં માનતી આવી છે અને પ્રજાના જનાદેશને વંદન સાથે સ્વીકાર કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ પોતાની હાર અંગે સંપૂર્ણ સમીક્ષા કરશે અને ખાસ કરીને વિસાવદરમાં ક્યાં મુદ્દાઓ પર પાર્ટી હારેલી તે મુદ્દાઓનું ઊંડું વિશ્લેષણ કરાશે.
ADVERTISEMENT
ડૉ. દવે એ વધુમાં ઉમેર્યું કે વિસાવદરની બેઠક પર આમઆદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભોળી પ્રજાને પોતાની વાત સમજાવવામાં સફળતા મેળવી છે. તેમનો દાવો હતો કે ગોપાલ ઈટાલિયાએ અપ્રચાર (low profile campaigning) કરીને જ વિજય મેળવ્યો છે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા દિવસોમાં પ્રજા ગોપાલ ઈટાલિયાને સારી રીતે ઓળખી જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સાથે જ ડૉ. યજ્ઞેશ દવે એ જણાવ્યું કે કડી બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે અને તે માટે તેમણે લોકોનો આભાર વ્યક્ત કર્યો. ભાજપ હવે પ્રજાની તકલીફો પર વધુ ધ્યાન આપીને આગળની તૈયારી કરશે એવું તેમણે અંતે જણાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.