પ્રદેશ ભાજપનું નવુ માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અને નવા માળખામાં યુવા નેતાઓને સ્થાન મળી શકે છે. સી.આર.પાટીલ યુવા નેતાઓને મોટી જવાબદારી સોંપી શકે છે.
પ્રદેશ ભાજપનું નવુ માળખું ટૂંક સમયમાં જાહેર થશે
નવા માળખામાં યુવા નેતાઓને મળશે સ્થાન
સી.આર.પાટીલ યુવા નેતાઓને મોટી જવાબદારી આપી શકે છે
નવા માળખાને લઇ સી.આર.પાટીલ તમામ પદાધિકારીઓ સાથે બેઠક કરશે. મળતી માહિતી મુજબ સી.આર.પાટીલ કાર્યકર્તાઓ સાથે દર મંગળવારે બેઠક કરશે. ગુજરાતમાં હાલ સંગઠનમાં 4 મહામંત્રી, 9 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષો કાર્યરત છે જેમાંથી ઘણાને રિપિટ કરવામાં આવશે અને ઘણાને પડતા મૂકાશે. આ વખતે સંગઠનમાં ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓને સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે. વળી પાટીદાર ફેક્ટર પણ વિચારવામાં આવશે.
કેટલા હોદ્દા વિશે ચર્ચા?
વર્તમાન સમયમાં પ્રદેશ ભાજપનાં જો મુખ્ય હોદેદારોની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ ઉપરાંત 8 પ્રદેશ ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી અને 9 પ્રદેશ મંત્રી,1 સ્ટેટ કોર્ડીનેટર ઇન્ચાર્જ,1 પ્રદેશ પ્રવક્તા,1 પ્રદેશ કોષધ્યક્ષ અને 1પ્રદેશ કાર્યાલય મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહશે કે આગામી 3 વર્ષે માટે સી આર પાટીલની પ્રદેશ ટીમમાં કેટલા નવા ચહેરા અને કેટલા જૂના ચહેરાનો સમાવેશ થાય છે.
કોના કોના નામની છે ચર્ચા
જો પ્રદેશ ભાજપના મહામંત્રી ની વાત કરવામાં આવે તો, સહ સંગઠન મહામંત્રી ભુખુભાઈ દલસાણીયા ઉપરાંત પ્રદેશ ભાજપનાં ચાર મહામંત્રીઓને પણ બદલવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, કે સી પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ છે. તેમના બદલે સૌરાષ્ટ્માંથી ગોરધન ઝડફિયા, ઉતર ગુજરાત માંથી રજની પટેલ, મધ્ય ગુજરાત માંથી ભાર્ગવ ભટ્ટ, ભરત પંડ્યા ,પ્રદીપસિંહ વાઘેલા, અમિત ઠાકર તો દક્ષિણ ગુજરાત માંથી પૂર્ણેશ મોદીનું નામ અગ્રેસર ચાલી રહ્યું છે.