જિલ્લા ભાજપ પ્રમુખ ની વરણી મામલે હાલ કાર્યકરો બે અલગ અલગ જૂથમાં વેહેચાઈ ગયા છે.એક જૂથ નવા ચેહરાને તક આપવાની માંગ કરી રહ્યું છે તો બીજું એક જૂથ આ તાલ તમાશા જોઈ સમય આવ્યે પોતાના પત્તા ખોલવાના મૂળમાં છે.આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની એક ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી.જેમાં એમણે ભાજપના કોઈ પણ હોદ્દેદારનું નામ લીધા વિના એમની પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
જિલ્લા ભાજપના હોદ્દેદારો ઓડિયો કલીપ વાયરલ
નર્મદા જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો
જો પરિવર્તન ના થાય તો આવનારો સમય ભાજપ માટે કઠીન
જિલ્લા ભાજપના હોદ્દેદારો ઓડિયો કલીપ વાયરલ
આ ઓડિયો કલીપ વાયરલ થયા બાદ નર્મદા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઓડિયો કલીપ વાયરલ મુદ્દે જવાબ આપવાનું રીતસરનું ટાળ્યું હતું દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે એમ જણાવ્યું હતું કે જે લોકો નેગેટિવ વિચારધારા ધરાવે છે, જે લોકોએ સંગઠનમાં કામ નથી કર્યું, અત્યાર સુધી જેમણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, પાર્ટીને નુકશાન પહોચાડ્યું છે એવા લોકો આવુ નિવેદન આપે છે.
જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો
જે લોકોએ અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાકટના મોટા મોટા કામો કર્યા છે એવા લોકો અશોક પટેલ સાથે છે અને પડતા પાછળ રહી ભૂમિકા ભજવે છે.જો ભ્રષ્ટાચારના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એવું ભાર પૂર્વક જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની ઓડિયો કલીપ વાયરલ થયાની ઘટના જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની સાબિતી આપે છે.
ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાય તેવા લોકો ને સુકાન સોંપે
જયારે નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદ પટેલે વાયરલ ઓડિયો ક્લિપ બાબતે મન કોઈ જાણ નથી કે કલીપ સાંભળી પણ નથી પણ નર્મદા જિલ્લા ભાજપ સંગઠન માં જૂથ નો સ્વીકાર કરતા તેમને કહ્યું હતું કે હા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી માં જૂથ વાદ ચાલી રહ્યો છે સાચી છે પણ સંગઠન નક્કી કરશે કે કોને સુકાન સોંપવું પણ એવા લોકો ને સુકાન સોંપે કે નર્મદા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને આવનારી નગરપાલિકા ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાય તેવા લોકો ને સુકાન સોંપે
ભ્રષ્ટાચારની વાત છે તે તો તાપસ ના વિષય છે
જયારે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલ કે જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમનું કહેવું છે કે, અમે લોકો એ પાર્ટી સુધી પોંચે અને ખાનગી ડિસ્કશન હતી ભ્રષ્ટાચારની વાત છે તે તો તાપસ ના વિષય છે પાર્ટી માટે બધાએ કામ કર્યું છે અને પાર્ટી પ્રમુખ અને મહામંત્રીમાં પરિવર્તન આવે અને અમને લોકો ને પૂછવામાં આવે પ્રાઇવર્ટ એટલા માટે કે હાલ માં નર્મદા જિલ્લામાં સંગીત ખુરશી ચાલે છે.
જો પરિવર્તન ના થાય તો આવનારો સમય કઠીન
જે પ્રમુખ છે તે મહામન્ત્રી અને ફરી થી મનહમંત્રી ને પ્રમુખ બનાવાય છે અને કોઈ ભ્રસ્ટાચાર ની કોઈ વાત નથી અને જુના કાર્યકર્તા ઓ ને પૂછો તો દૂધ નુ દૂધ અને પાણી નું પાણી થઈ જશે કદાચ ક્લિપિંગ માં કોઈ તોડીમરોડી ને પ્રાઇવર્ટના તો જરૂરી છે અને અમે પ્રદેશમાં રજૂઆત કરી છે અને જો પરિવર્તન ના થાય તો આવનારો સમય જ બતાવશે પાર્ટીમાં અસંતોષ તો છે અને સંગઠન ના ઘણા કાર્યકર્તાઓ છે
ગુજરાતના તમામ જિલ્લા ઓ માં જિલ્લા પ્રમુખો ના નામ ની જાહેરાત નથી કરતી
પ્રદેશ કક્ષાએથી ગુજરાતના તમામ જિલ્લા ઓ માં જિલ્લા પ્રમુખો ના નામ ની જાહેરાત નથી કરતી જેમાં નર્મદા જિલ્લો પણ બાકાત નથી ત્યારે ભાજપ નર્મદા જિલ્લા ના ઉપ્રમુખ ની ઓડિયો કલીપ વાયરલ થતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે આવનારા દિવસોમાં નર્મદા જિલ્લા ભાજપ સંગઠન માં કોઈ મોટા ફેરફાર નહિ ત્યાં તો જિલ્લા સંગઠન માં અસંતોષ વધશે જેનો સામનો નર્મદા જિલ્લા ભાજપે કરવાનો રહેશે