બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat BJP in kadi corona scam video viral

VIDEO / થોડી તો શરમ રાખો : મત લેવા માટે આટલી હદે જતું રહેવાનું, કડીમાં ભાજપના કાર્યક્રમમાં ભીડ તો જુઓ

Gayatri

Last Updated: 01:19 PM, 13 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડીમાં ભાજપના કાર્યક્રમમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા છે. કે.સી. પટેલ, વિભાવરીબેન દવેની હાજરીમાં નિયમોનો ભંગ થયો છે. કાર્યક્રમમાં જમવા માટે લાંબી લાઈન લાગી હતી. બેઠક પૂર્ણ થતાં કાર્યકર્તાઓએ જમવા માટે  પડાપડી કરી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

  • કડીમાં ભાજપના કાર્યક્રમમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા
  • કે.સી. પટેલ, વિભાવરીબેન દવેની હાજરીમાં નિયમોનો ભંગ
  • કાર્યક્રમમાં જમવા માટે લાગી હતી લાંબી લાઈન

ભાજપે કેમ ભીડ ભેગી કરે છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આ અંગે યોજાએલી બેઠક બાદ ભીડ ઉમટી પડી હતી. 100 લોકો કરતા તો વધારે લોકો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. 

શું બની હતી ઘટના 

કડીમાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ન્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા અહીં .યોજવામાં આવેલ કાર્યક્રમોમાં માસ્ક પહેર્યા વગર કાર્યકરો ફરી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ બેઠક પૂરી થવાની સાથે જ કાર્યક્રમમાં આવેલા કાર્યકરોએ ભોજન સમારોહમાં ગીરદી કરીહતી. 

 

સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ : કોર્પોરેટર

સુરતના ભાજપ કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપના કોર્પોરેટર સંજશ શર્મા બેફામ અપશબ્દો બોલી રહ્યા છે. દારૂના નશામાં ભાજપના કોર્પોરેટર સંજય શર્મા અપશબ્દો બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ.

સંજય શર્મા કોર્પોરેટર હોવાનો રૌફ જમાવી રહ્યા છે. અને પાણીનો વેપાર કરતા દુકાનદાર સાથે બબાલ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સંજય શર્માનો નશાની હાલતમાં વાયરલ થયેલો આ વીડિયો દારૂબંધીની પોલ ખોલી રહ્યો છે. અહિંયા સવાલ ઉઠી રહ્યા છે કે ભાજપ કોર્પોરેટર સંજય શર્મા સામે કાર્યવાહી ક્યારે?. શું કોર્પોરેટર લોકો પર દાદાગીરી કરવા બન્યા છો?. દારૂબંધીની પોલ ભાજપના કોર્પોરેટરે જ ખોલી દીધી?. ભાજપના કોર્પોરેટર છો એટલે તમને કોઇ કાયદો નહીં નડે?. શું પોલીસ ભાજપના કોર્પોરેટર પર કાર્યવાહી કરશે?

 

ભાજપના કાર્યકર્તાઓને નિયમ ભંગની મળી મંજૂરી?

કોરોનાકાળમાં જમણવારનું આયોજન શા માટે?
જનતા માટે અને ભાજપના કાર્યકર્તાઓ માટે શું કાયદાઓ અલગ છે?
શું ભાજપના નેતાઓને કોરોનાનું ભાન નથી? 
મૃકપ્રેક્ષક બની તમાશો જોતી કડી પોલીસ કરશે કાર્યવાહી?
લગ્નમાં 100ની મંજૂરી ફરજીયાત તો ભાજપના કાર્યક્રમમાં કેમ નહીં?

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat BJp Kadi કડી કોરોના સ્કેમ ભાજપ Gujarat BJP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ