Team VTV08:48 PM, 21 Dec 19
| Updated: 10:04 PM, 21 Dec 19
નાગરિકતા સંશોધન કાયદાને લઇને લોકોમાં અસમંજસ છે જ્યારે કેટલીક જગ્યાએ ખોટી માહિતીઓ ફેલાવાય રહી છે ત્યારે ભાજપે દેશમાં આવનારા 10 દિવસ સુધી વ્યાપક સ્તરે CAA વિશે સમજાવવાનું અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. તેના માટે ભાજપ ઘરે-ઘરે જઇને લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે જણાવશે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા જાગૃતિ અભિયાનનો નિર્ણય કર્યો છે.
CAA પર ભ્રમ દુર કરવા દરેક જિલ્લામાં રેલી કરશે ભાજપ
ગુજરાત ભાજપ દ્વારા ચલાવાશે અભિયાન
દેશભરમાં 250થી વધુ પ્રેસ કોનફરન્સ કરવાનો પ્લાન
નાગરિકતા સંશોધન કાયદા(CAA)ને લઈને રાજ્યમાં પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે ગુજરાત ભાજપ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. NRC અને CAAને લઇને જન જાગૃતિ ફેલાવવા અભિયાન શરૂ કરાશે. NRCના ફાયદા અંગે લોકોને માહિતગાર કરાશે. સાથે રાજ્યના મુસ્લિમોને નવા કાયદા વિશે માહિતી અપાશે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના નેતા નાગરિકતા સંશોધન કાયદા(CAA) વિશે લોકોને સ્પષ્ટ જાણકારી આપવા માટે સમગ્ર દેશમાં 250 પ્રેસ કોન્ફરન્સ કરશે. સાથે જ દરેક જિલ્લામાં નાગરિકતા સંશોધન કાયદાના પક્ષમાં રેલી અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
ભાજપની યોજના લગભગ 3 કરોડ પરિવારોને નાગરિકતા કાયદાના સંબંધમાં જાણકારી આપવાની છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર નાગરિકતા કાયદાને લઇને જુઠ ફેલાવવા અને પ્રદર્શન માટે લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.