બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપે અમદાવાદ સહિત 6 જીલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો ક્યાં કોની નિમણૂક

રાજનીતિ / ભાજપે અમદાવાદ સહિત 6 જીલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો ક્યાં કોની નિમણૂક

Last Updated: 07:13 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા, પોરબંદર, પંચમહાલ, ખેડા, ગાંધીનગર મહાનગર, કર્ણાંવતી મહાનગરના ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની વરણી બાદ હવે બાકી રહેતા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આજે વડોદરા, પોરબંદર, પંચમહાલ, ખેડા, ગાંધીનગર મહાનગર, કર્ણાંવતી મહાનગરના ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરાઈ છે. અત્રે જણાવીએ કે, રસિક પ્રજાપતિ દુમાડ ગામના રહીશ છે તેમજ તેઓ અગાઉ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા. વર્ષોથી પાર્ટીમાં કામ કરતા રસિકભાઈને ભાજપે પ્રમુખ બનાવ્યા છે.

ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ કોણ બન્યા?

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઠાસરાના પરબીયાના નયનાબેન નવા જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે. અગાઉ જિલ્લા પંચાતના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નયનાબેનને શુભેચ્છા પાઠવી છે.

આશિષભાઈ દવે બન્યા જિલ્લા ભાજપ પ્રમુખ

ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર મહાનગરના પ્રમુખ તરીકે આશિષભાઈ દવેની વરણી થઈ છે. જેમના તેમના સમર્થોકો દ્વારા શુભચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

પંચમહાલ અને પોરબંદરના જિલ્લા પ્રમુખ કોણ બન્યા ?

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંકભાઈ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. ચેતનાબેન રૂપારેલ (તિવારી)ને તેમના સમર્થકો અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે

આ પણ વાંચો: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ, જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ

amd

પ્રેરકભાઈ શાહ કર્ણાંવતી મહાનગરના ભાજપ પ્રમુખ

કર્ણાંવતી મહાનગરના ભાજપ પ્રમુખ તરીકે પ્રેરકભાઈ શાહની વરણી થઈ છે. અત્રે જણાવીએ કે, આજે 6 જિલ્લા ભાજપના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP State President District BJP President Announcement Vadodara District BJP President
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ