બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat BJP 5 state elections BJP leaders Election campaign UP, Punjab and Uttarakhand
Vishnu
Last Updated: 09:34 PM, 8 February 2022
ADVERTISEMENT
ભાજપે આગામી વિધાનસભાની 5 રાજ્યોની ચુંટણી માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. 5 રાજ્યોમાં સરકાર બનાવવા માટે ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં ગુજરાતના નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે.
પૂર્વ મંત્રીઑ UPમાં ડોર ટુ ડોર પ્રચારમાં
14 પૂર્વ મંત્રીઓને ઉત્તરાખંડ ચૂંટણી પ્રચારમાં મોકલવામાં આવ્યા છે તો, 70 બેઠકો પર પૂર્વમંત્રીઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે..તો UPમાં 165 નેતાઓએ ચૂંટણી વ્યવસ્થા કામગીરી હાથ ધરી છે.UPના અવધ ક્ષેત્રની 70 બેઠકોની વ્યવસ્થા ગુજરાત ભાજપના નેતાઓના શિરે છે.અવધ બેઠકમાં ચુંટણી પ્રચારમાં ગુજરાત ભાજપના પૂર્વ MLA કામ કરી રહ્યા છે.ગુજરાત ભાજપના યુવા મોરચના 164 પ્રદેશ હોદેદારોને ત્રણ જીલ્લાની 16 બેઠકો માટે જવાબદારી સોપાશે. જેમાં પંજાબના જલંધર, હોશિયારપુર અને લુધિયાનાનીમાં ચુંટણી પ્રચાર કરશે.
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ
5 રાજ્યોમાં પ્રભુત્વ મેળવવા ભાજપ પોતાના કાર્યકરોને ગ્રાઉન્ડ લેવલ પર મોકલી રહી છે. ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત ભાજપના નેતાઓ ઉત્તરાખંડમાં પણ પ્રચારમાં જોતરાયા છે. જયદ્રથસિંહ પરમાર, ઈશ્વર પટેલ, આત્મારામ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી, સૌરભ પટેલને ઉત્તરાખંડમાં પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડની 70 બેઠકોનું 14 ફેબ્રુઆરીએ મતદાન છે.
પંજાબમાં ભાજપ યુવા મોરચાને જવાબદારી
જ્યારે પંજાબમાં ભાજપનું કમળ ખિલવવાની જવાબદારી ગુજરાત ભાજપ યુવા મોરચાને સોપવામાં આવી છે. યુવા મોરચાના 150 સભ્યો હાલ જલંધર અને પટિયાલા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
યુપીમાં સાત તબક્કામાં મતદાન
યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, 14 ફેબ્રુઆરીએ બીજા, 22 ફેબ્રુઆરીએ ત્રીજા, 23 ફેબ્રુઆરીએ ચોથા, 27 ફેબ્રુઆરીએ પાંચમા, 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે.
પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ 1-1 તબક્કામાં વોટિંગ
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં વોટિંગ થશે.
ADVERTISEMENT
મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે મણિપુરમાં બે તબક્કાનું મતદાન યોજાશે. મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા અને 3 માર્ચે એમ બે તબક્કામાં મતદાન યોજાશે.
10 માર્ચે તમામ વિધાનસભાના પરિણામ
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે 10 માર્ચે તમામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરી દેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.